કેરળ સરકાર પર રાજ્યપાલે મૂક્યો સૌથી મોટો આરોપ, જાણો શું કહ્યું?
થિરુવનંતપુરમઃ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મંગળવારે રાજ્ય સરકાર પર આરોપ મૂક્તા કહ્યું હતું કે તે વિધાનસભાનો જે હેતુ માટે ઉપયોગ કરવાનો છે તે સિવાયના અન્ય ઉદ્દેશો માટે તેનો ઉપયોગ કરાય છે, પરંતુ વિવિધ મુદ્દાઓ પર અંધારામાં રાખે છે.
તાજેતરમાં ખાન સુપ્રીમ કોર્ટના અવલોકન પર રાજ્ય સરકાર અને રાજ્યપાલે સાથે મળીને કામ કરવું જોઇએ મુદ્દે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. તેઓએ રાજ્ય સરકારો અને રાજ્યપાલોએ સાથે મળીને કામ કરવાના મુદ્દા પર કહ્યું હતું કે સાથે મળીને જ કરવું જોઇએ. પરંતુ તેમણે સામે પ્રશ્ન કર્યો કે જ્યારે તેમને અંધારામાં રાખવામાં આવે અથવા જ્યારે વિધાનસભાનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવે ત્યારે શું કરવું જોઇએ?
તેમણે કહ્યું હતું કે જ્યારે શરૂઆતથી જ તમે ધારાસભાનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવાનું શરૂ કરો છો ત્યારે તમે રાજ્યપાલને અંધારામાં રાખો છો. તમે તમારા અધિકારક્ષેત્રની બહારના કાયદાઓ પસાર કરો છો. પછી શું કરવું? તમે ઇચ્છો છો કે હું એવી કોઇ બાબતને સ્વીકારું કે જ્યાં તે સંપૂર્ણપણે સ્પષ્ટ હોય કે તેઓએ તેમના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. પછી શું કરવું? તેમણે પૂછયું હતુ.
તેમણે એમ પણ કહ્યું હતું કે વડી અદાલત જે કહે છે તેનું બધા સન્માન કરે છે અને બંધાયેલા છે, જે ચૂકાદાના સ્વરૂપમાં હોવું જોઇએ. હું તેમના દ્વારા કરવામાં આવેલા કેટલાક અવલોકનો પર ટિપ્પણી કરી શકતો નથી, કારણ કે કેસ અલગ છે. ચુકાદા મુદ્દે પણ ટિપ્પણી કરવાનો પ્રશ્ન નથી. સુપ્રીમ કોર્ટ જે પણ ચૂકાદો આપે છે. અમે બધા તેનો અમલ કરવા માટે બંધાયેલા છીએ.