આમચી મુંબઈ

શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પદેથી આદેશ બાંદેકરના નામ પર પૂર્ણ વિરામ: હવે આ નેતાને મળ્યો મોકો

મુંબઇ: મુંબઇના પ્રભાદેવીમાં આવેલ શ્રી સિદ્ધીવિનાયક ગણપતી મંદિર ટ્રસ્ટ વ્યવસ્થાપન સમિતીમાં છેલ્લાં અનેક વર્ષોથી અધ્યક્ષ પદ પર કાર્યરત છે. દેશ પર, રાજ્ય પર અને મુંબઇ પર આવેલ અનેક સંકટોના સમયે ટ્રસ્ટ દ્વારા ખૂલ્લા હાથે મદદ કરવામાં આવી છે. જોકે હવે આ જ આદેશ બાંદેકરનું નામ તમને ટ્રસ્ટના અધ્યક્ષ પદે જોવા નહીં મળે. શિવસેના શિદે જૂથ દ્વારા આદેશ ભાઉજીને મોટો ધક્કો બેઠો છે.

મહારાષ્ટ્ર સરકાર હેઠળ આવેલ શ્રી સિદ્ધીવિનાયક ગણપતી મંદિર ટ્રસ્ટ વ્યવસ્થાપન સમિતીના અધ્યક્ષ પદેથી આદેશ બાંદેકરને સાઇડલાઇન કરીને શિંદે જૂથના વિધાનસભ્યને આ પદ આપવામાં આવ્યું છે. માહિમ વિધાનસભાના વિધાનસભ્ય સદાનંદ સરવણકરની અધ્યક્ષ પદે નિમણૂંક કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આદેશ બાંદેકર ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસપાત્ર નેતાઓમાંથી એક છે. સતત 19 વર્ષ સુધી હોમ મિનિસ્ટર આ કાર્યક્રમના માધ્યમથી તેઓ મહારાષ્ટ્રના દરેક ઘરમાં પહોંચ્યા છે. લોકપ્રિયતાના શિખર પર હતા ત્યારે જ બાંદેકરે 2009માં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. માહીમ વિધાનસભા મતદારસંઘમાંથી તેમને મનસેના નિતીન સરદેસાઇની સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં. આ લડાઇમાં તેમની હાર થઇ હતી. જોકે શિવસેનામાં તેમનું મહત્વ સહેજ પણ ઓછું ના થયું. શિવસેનાના પ્રચારમાં તેઓ કાયમ મોખરે રહ્યાં. શિવતિર્થ પર યોજાનાર દશેરાનો કાર્યક્રમ હોય કે પછી ઉદ્ધવ ઠાકરેની પ્રચારસભા તેનું સૂત્રસંચાલન બાંદેકર જ કરતાં. આ નિષ્ઠાને માન આપીને 2017માં ફડણવીસ સરકારના સમયગાળા દરમિયાન શિવસેનાના કોટામાંથી આદેશ બાંદેકરની શ્રી સિદ્ધીવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પદે નિમણૂંક થઇ હતી. 23 જુલાઇ 2020માં ફરી ત્રણ વર્ષ માટે તેમની નિમૂણંક કરવામાં આવી. હવે શિવસેનામાં ગાબડું પડ્યાં બાદ પણ તેઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે જ છે.

ત્યારે હવે જુલાઇમાં જ આદેશ બાંદેકરનો કાર્યકાળ પૂરો થયો હતો. તેથી નવેમ્બર 2023થી આગામી ત્રણ વર્ષ માટે સદાનંદ સરવણકર આ ટ્રસ્ટના અધ્યક્ષ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સદાનંદ સરવણકર 1992થી 2007 એમ કુલ 15 વર્ષ સુધી મુંબઇ મહાનગરપાલિકામાં નગરસેવક રહ્યાં છે. ત્યાર બાજ 2004માં પહેલીવાર તેઓ શિવસેનાની ટિકીટ પરથી વિધાનસભ્ય ચૂંટાયા હતા.

ખાસ વાત તો એ છે કે, 2009માં સદા સરવણકરની ટિકીટ કાપી આદેશ બાંદેકરને ટિકીટ આપવામાં આવી હતી. જે તે વખતે નારાજ થયેલ સરવણકરે શિવસેનાનો સાથ છોડ્યો હતો અને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં તેઓ 2009ની ચૂંટણી લડ્યા હતાં. જોકે આ ચૂટણીમાં બાંદેકર અને સરવણકર બંનેને હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં મનસેના નેતા નિતીન સરદેસાઇ જીતી ગયા હતાં. 2012માં સરવણકરે ફરી એકવાર શિવસેનાનો ઝંડો હાથમાં લીધો હતો. 20014 અને 2019 એમ બે ટર્મથી સરવણકર વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button