IPL 2024સ્પોર્ટસ

ગઈકાલની જીત બાદ બાંગ્લાદેશને લાગ્યો મોટો ઝાટકો, આ ખેલાડી થયો ટુર્નામેન્ટમાંથી બહાર…

કોલકતાઃ બાંગ્લાદેશની ટીમે ગઈકાલે શ્રીલંકા સામે ટુર્નામેન્ટમાં બીજી જીત હાંસિલ કરી હતી. જીત બાદ હવે બાંગ્લાદેશની ટીમ માટે દુઃખદ સમાચાર આવ્યા છે અને સમાચાર બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન સંબંધિત છે. મળી રહેલી માહિતી પ્રમાણે શાકિબની ડાબા હાથની ઈન્ડેક્સ ફિંગરમાં ઈજા થઈ છે અને એને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

ગઈકાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી શ્રીલંકા સામેની મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબે બેટિંગ અને બોલિંગમાં કમાલ કરીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. બોલિંગ કરીને તેણે બે વિકેટ લીધી હતી અને ત્યાર બાદ બેટિંગમાં પણ 65 બોલમાં 82 રન કર્યા હતા. જેમાં 12 ચોકા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, શાકિબનું આ બેસ્ટ પર્ફોર્મન્સ એ સમયે જોવા મળ્યું હતું કે જ્યારે એમની ટીમ પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.


શાકિબની ઈજા વિશે વાત કરીએ તો શ્રીલંકા સામેની મેચ બાદ શાકિબે એક્સ-રે કરાવ્યો હતો અને એમાં તેને આંગળીમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે બાંગ્લાદેશના ફિઝિયો બાયજેદુલ ઈસ્લામે જણાવ્યું હતું કે શ્રીલંકા સામેની મેચની શરૂઆતમાં જ શાકિબને ઈજા થઈ હતી, પરંતુ તેણે પેઈન કિલર્સ અને ટેપ, પેચ લગાવીને બેટિંગ કરી હતી.


ટીમ બાંગ્લાદેશ તેની નવમી અને છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે 11મી નવેમ્બરના પુણે ખાતે રમશે. અત્રે બાંગ્લાદેશ અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી 2 જ મેચમાં જીત હાંસિલ કરી હતી અને તે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત