નેશનલ

આ કારણસર કાશ્મીરની ખીણ છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષથી ગૂંજી ઊઠી…

શ્રીનગર: કાશ્મીરના કુપવાડા ખાતે આવેલી ભારત-પાકિસ્તાન નિયંત્રણ સીમા રેખા (એલઓસી) પાસે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે દ્વારા આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. એ વખતે કાશ્મીરની ખીણ છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષથી ગૂંજી ઊઠી હતી.

જાણીતા આર્ટિસ્ટ અજિંક્ય લોહગાંવકર દ્વારા આ પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમાને પાંચ લાખ રૂપિયાના ખર્ચે બનાવવાનું એક અધિકારીએ જણાવ્યુ હતું. છત્રપતિ શિવાજી મહારાજની કુપવાડામાં ભારતીય આર્મી કેમ્પમાં ઉભી કરવામાં આવેલી આ અશ્વારોહણ પ્રતિમા સાડા દસ ફૂટ ઊંચી છે.

આમ્હી પુણેકર સંસ્થા, 41 રાષ્ટ્રીય રાઇફલ મરાઠા બટાલિયન દ્વારા કુપવાડામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. પ્રતિમાના અનાવરણ બાદ શિંદેએ કહ્યું દેશની રક્ષા કરતા સૈનિકોને છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમા પ્રેરણા અને ઊર્જા આપશે.

અહીંની પ્રતિમા ભારતીય સૈનિકોને દુશ્મનની છાતી પર ભારતીય તિરંગો ફરકાવવા માટે હંમેશા પ્રેરણા આપશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કુપવાડામાં આજે તેમના મનોબળમાં વધારો થયો છે. શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણ દરમિયાન કાશ્મીરની ખીણ છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષથી ગુંજી ઉઠી હતી.
અહીંના અનાવરણ કાર્યક્રમમાં જમ્મુ અને કાશ્મીરના નાયબ રાજ્યપાલ મનોજ સિંહા સહિત મહારાષ્ટ્રના પ્રધાનોની સાથે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button