રામચરિતમાનસના શ્ર્લોકોને યોગ્ય રીતે સમજવા ખૂબજ જરૂરી, હાઈ કોર્ટે અરજીને ફગાવી દેતા આપી સલાહ.
લખનઉ: રામચરિતમાનસના અપમાનના મામલામાં પ્રતાપગઢમાં કેસ નોંધાયો હતો. તે કેસને રદ કરવાની ચાર્જશીટ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ અલાહાબાદ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને અલહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેંચે ફગાવી દેતો આદેશ હાઈ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કર્યો હતો. અને હાઈ કોર્ટે પોતાના આદેશમાં સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યને સલાહ આપી છે કે રામચરિતમાનસના શ્ર્લોકોને યોગ્ય રીતે સમજવા જરૂરી છે.
હાઈ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે મૌર્યને સ્વતંત્ર સમીક્ષા કરવાનો અધિકાર છે, પરંતુ એવા કોઈ શબ્દોનો ઉપયોગ ના કરી શકાય કે જેના કારણે કોઇ ચોક્કસ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચે. કોઈપણ પુસ્તકમાં આપેલ વિધાનને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં વાંચવું જોઈએ. કયા પાત્રે, કઈ પરિસ્થિતિમાં, કઈ વ્યક્તિને આ કહ્યું છે તે સમજવું ખૂબજ જરૂરી છે. સ્વતંત્ર સમીક્ષા અથવા ટીકાનો અર્થ એ નથી કે તમે કોઇ પણ જગ્યાએ એવા શબ્દોનો ઉપયોગ કરો કે જેના કારણે લોકો ગુનો કરવા માટે પ્રેરાય.
નોંધનીય છે કે 31 જાન્યુઆરી 2023ના રોજ મૌર્ય વિરુદ્ધ રામચરિત માનસના અપમાનનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે કેસ અને ચાર્જશીટને ફગાવી દેવા માટે મૌર્યએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લખનૌ હાઈ કોર્ટની સિંગલ બેન્ચે 31 ઓક્ટોબરે મૌર્યની જ અરજી ફગાવી દીધી હતી. તેના આદેશમાં કોર્ટે ઢોલ, ગવાર, શુદ્ર, પશુ અને નારી સકલ તાડના કે અધિકારી ચોપાઇની વ્યાખ્યા સમજાવી હતી.
તેમજ સાથે સાથે હાઈ કોર્ટે ‘પૂજિયે વિપ્ર સીલ ગુન હીના, સુદ્ર ના ગુન ગન જ્ઞાન પ્રવીણા’ ચોપાઈની પણ વ્યાખ્યા વિસ્તારથી સમજાવી હતી. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસને દલિત અને શુદ્રોની વિરુદ્ધ ગણાવ્યું હતું. ત્યાર બાદ જ રામચરિતમાનસની નકલોનો નાશ કરવામાં આવ્યો અને બાળવા પણ આવ્યું હતું તેના વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.