ગાંધી પરિવાર આજે ફરી સુપ્રીમ કોર્ટમાં જશે…
નવી દિલ્હી: કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા ગાંધી પરિવારની આવકવેરા આકારણી (ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ) સંબંધિત અરજી પર આજે એટલે કે 7 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. તેમણે 2018-19 માટે તેમની ઇન્કમ ટેક્સ એસેસમેન્ટના સેન્ટ્રલ સર્કલ ઓફ ઈન્કમ ટેક્સમાં પોતાનો કેસ ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી.
અગાઉ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસને ટ્રાન્સફર કરવો એ આવકવેરાના અધિકારક્ષેત્રમાં આવે છે. અમે ફક્ત કાયદાકીય જોગવાઈઓ જોઇ શકીએ છીએ. ઘટના કંઇં એવી હતી કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ ટેક્સ એસેસમેન્ટને સેન્ટ્રલ સર્કિટમાં ટ્રાન્સફર કરવાના ઇન્કમ ટેક્સ એસેસમેન્ટના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો.
2018-19મા ઘણા કેસોમાં વોન્ટેડ આરોપી સંજય ભંડારી રોબર્ટ વાડ્રાના નજીકનો વ્યક્તિ હોવાનું કહેવામાં આવે છે. જોકે રોબર્ટ વાડ્રાએ આરોપી સંજય ભંડારી સાથે કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો હતો. જો કે કોર્ટે અગાઉની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો પરસ્પર વ્યવહારો થયા હશે તો વ્યક્તિગત તપાસની જરૂર પડી શકે છે. આ પહેલા દિલ્હી હાઈ કોર્ટે ગાંધી પરિવારની અરજીને ફગાવી ગીધી હતી. હાઈ કોર્ટે કહ્યું હતું કે આવકવેરા વિભાગે તેમના નિયમો અનુસાર નિર્ણય લીધો છે. કોઈને પક્ષપાત રાખીને કેસમાં જોડવામાં નથી.
આવી જ અરજી આમ આદમી પાર્ટી દ્વારા પણ દાખલ કરવામાં આવી છે. કોર્ટે તેના પર અલગથી સુનાવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે AAP તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું હતું કે અપીલ દાખલ કરવામાં આટલો વિલંબ કેમ થયો? આવા કિસ્સાઓમાં, એક દિવસનો વિલંબ પણ જીવલેણ બની શકે છે. કોર્ટે કહ્યું હતું કે આટલો સમય કોઇ કારયવાહી ના થઇ તો શું તમે બધા ઓર્ડર આવ્યા બાદ પણ સૂતા હતા.