નેશનલ

છત્તીસગઢમાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ

એક યુવક ઘાયલ

રાયપુર: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન સુકમામાં IED બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. સુકમાના એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ સુકમાના ટોંડામાર્કા વિસ્તારમાં IED બ્લાસ્ટ કર્યો છે. છત્તીસગઢમાં આજે પ્રથમ તબક્કા માટે 20 બેઠકોમાંથી 10 બેઠકો પર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન શરૂ થઈ ગયું છે. બાકીની 10 બેઠકો પર સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યા પછી, કોંડાગાંવના કોંગ્રેસના ઉમેદવાર મોહન મરકમે કહ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે હું ત્રીજી વખત કોંડાગાંવથી જીતીશ. છત્તીસગઢમાં ભાજપ કોંગ્રેસ સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી, તેથી જ તેઓ ઇડીનો ઉપયોગ કરી રહ્યા છે.


છત્તીસગઢમાં પહેલા તબક્કાની 20 વિધાનસભા સીટો પર કુલ 223 ઉમેદવારો છે, જેમાંથી 198 પુરૂષો અને 25 મહિલાઓ છે. પ્રથમ તબક્કામાં 40 લાખ 78 હજાર 681 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 19 લાખ 93 હજાર 937 પુરુષ મતદારો, 20 લાખ 84 હજાર 675 મહિલા મતદારો અને 69 ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 5304 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button