ઉદયનિધિએ હાઈ કોર્ટની નોટિસ પર કહ્યું કે હું…
ચેન્નાઈ: તમિલનાડુના યુવા કલ્યાણ પ્રધાન ઉધયનિધિ સ્ટાલિને મદ્રાસ હાઈ કોર્ટની નોટિસનો જવાબ આપતા કહ્યું હતું કે તેમણે સનાતન ધર્મ વિશે જે પણ ટિપ્પણી કરી હતી તે કંઈ ખોટી નહોતી. અને જે પણ લોકો મને ખોટો સાબિત કરવા આવ્યા છે તેમની સામે હું કાયદાકીય રીતે લડત આપવા તૈયાર છું. પરંતુ હું મારી વાત ઉપર કાયમ રહીશ. જોકે છેલ્લે ઉદયનિધિએ એમ પણ કહ્યું કે આ ફકત મારા વિચારો છે.
સંબંધિત અરજી પર કોર્ટે કહ્યું હતું કે જ્યારે 2 સપ્ટેમ્બરના રોજ કોન્ફરન્સમાં ભરાઈ અને તેમાં ‘સનાતન ધર્મ નાબૂદી’નું આયોજન કરવામાં આવ્યું ત્યારે જ આયોજન કરનાર ઉધયનિધિ સ્ટાલિન અને હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગના પ્રધાન પીકે શેખરબાબુ સામે તરત કાર્યવાહી ન કરી એ પોલીસની બેદરકારી છે.
ઉધયનિધિએ એમ પણ કહ્યું હતું કે સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર હું કોઈ પહેલો નેતા નથી અગાઉ પણ લોકોએ આવી ટિપ્પણીઓ કરી છે.
જો કે ઉદયનિધિ વારે વારે પોતાના નિવેદનો બદલતા રહે છે. અને તેમણે સનાતન ધર્મ વિશે જે બફાટ કર્યો છે તેને સાચો ઠેરાવવી કોશિશ કરતા રહે છે.