જૈન મરણ
ચંદ્રકાંત (ચંદુ) શાહ તે સ્વ. તારક મહેતાના જમાઈ. તે ઈશાની શાહના પતિ. તે શૈલી અને કુશાનના પિતા તા. ૪ નવેમ્બરના અરિહંતશરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૭ નવેમ્બરના ૫.૩૦થી ૭.૩૦ સ્થળ: જુહુ ઈસ્કોન મંડપમ હોલમાં રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મેરાઉના હસમુખ જેઠાલાલ દેઢીયા (ઉં. વ. ૬૨) ૨-૧૧-૨૩ના અગાસ મધ્યે અવસાન પામેલ છે. મણીબેન જેઠાલાલના પુત્ર. નીતાના પતિ. મોનીકા, નીકીતાના પિતા. કાંતીલાલ, લક્ષ્મીચંદ, રતીલાલ, મનસુખ, લીલાવંતીના ભાઇ. વિમળાબેન ડુંગરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નીતા દેઢીયા, ૧૦૪, દીપ સાગર, તુલીંજ, નાલાસોપારા (ઇ.).
લાખાપરના માતુશ્રી મણીબેન હંસરાજ ગાલા (ઉં. વ. ૯૪) તા.૫/૧૧/૨૩ના અવસાન પામ્યા છે.વેલબાઇ મોણશીના પુત્રવધૂ. સ્વ. હંસરાજના ધર્મપત્ની. કુંદરોડીના નેણબાઈ ખીમજી કાનજીના સુપુત્રી. શાંતા, ભાવના, ભારતીના માતુશ્રી. કુંદરોડીના ધનજી, વસનજી, કપાયાના કેસરબેન કેશવજી, રતનબેન કેશવજીના બહેન. પ્રાર્થના : સર્વોદય હોલ, એલ. ટી.રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વે.) ટા. ૩ થી ૪.૩૦. ઠે. તુષાર મારૂ, સી-૩ શાંતિ વિહાર, ફ્લેટ ૩૦૨, પી.જી.વોરા રોડ, મીરા રોડ (ઈ).
મેરાઉના મગનલાલ શીવજી દેઢીયા (ઉં. વ. ૮૧) તા. ૫-૧૧-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. વેલબાઇ શીવજી કાનજીના પુત્ર. કસ્તુરના પતિ. અરૂણા, જયેશના પિતા. સ્વ. હરખચંદ, સ્વ. હેમચંદ, સ્વ. દિનેશ, મંજુલા, સ્વ. દમયંતીના ભાઇ. મોટા લાયજાના હાંસબાઇ વીરજી લખમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કસ્તુર મગનલાલ દેઢીયા, એ-૦૦૩, સુખમણી યશોધામ, દિંડોશી ડેપોની સામે, ગોરેગામ (પૂર્વ).
ગુંદાલાના જયશ્રી મુકેશ સતરા (ઉં. વ. ૫૯) ૫-૧૧ના અવસાન પામેલ છે. માતુશ્રી જવેરબેન નાનજીના પુત્રવધૂ. મુકેશના ધર્મપત્ની. ડિમ્પલ, રોહનના માતુશ્રી. સ્વ. લક્ષ્મીબેન ખીમજીના દિકરી. રાજેશના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. મુકેશ સતરા, ૪૬૬, મહેતા બિલ્ડીંગ, નાથાલાલ પારેખ માર્ગ, માટુંગા (ઇસ્ટ) ૪૦૦૦૧૯.
બારોઇ હાલે પ્રાગપુરના દામજી ઉમરશી કેનીયા (ઉં. વ. ૮૪) તા. ૨-૧૧-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી પાનબાઇ ઉમરશી તેજશીના પુત્ર. હેમલતાના પતિ. નીતા, પ્રજ્ઞાના પિતાશ્રી. સાડાઉના લક્ષ્મીબેન લીલાધર વીરા, શાંતાબેન લીલાધર દેઢીયા, કસ્તુરબેન ટોકરશી ગાલાના ભાઇ. બેરાજાના દેવકાબાઇ કેશવજી સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દામજી ઉમરશી કેનીયા, પ્રાગપુર, તાલુકા: મુંદ્રા-કચ્છ. ૩૭૦૪૧૫.
ટુંડા (હાલે કલકત્તા)ના ગુલાબચંદ જગશી ગોગરી (ઉં. વ. ૮૭) તા. ૪-૧૧-૨૩ ના અવસાન પામેલ છે. માતુશ્રી સાકરબેન જગશી ટોકરશીના સુપુત્ર. સ્વ. જયવંતીના પતિ. નયના, શાંતિલાલ, મુકેશના પિતાશ્રી. વસંત, નવિન, કાંડાગરાના સ્વ. તારાબેન આણંદજી ભવાનજી ગાલાના મોટા ભાઈ. કાંડાગરાના માતુશ્રી પાનબાઈ રાયશી આસપારના જમાઈ. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી. નિ. મુકેશ ગુલાબચંદ શાહ, રાજ લક્ષ્મી એપાર્ટ., ૫૫/૧, પડદા પુકુર રોડ, કોલકતા.
મોટા આસંબીયા ના સ્વ. લધીબાઇ રામજી વિજપાર છેડાના પુત્રી વારાપધર હાલે બિદડાના ગં.સ્વ. હંસાબેન લખમશી રાયમલ શાહ (લોડાયા) (ઉં. વ. ૮૫) તા.૪-૧૧-૨૩ના અવસાન પામેલ છે. મા. મીઠીબાઈ રાયમલના પુત્રવધૂ. લખમશીભાઈના ધર્મપત્ની. દિપ્તીના માતુશ્રી. બિદડાના અમૃતાબેન વસનજી મોતા, લક્ષ્મીચંદ રામજી છેડાના બહેન. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. પ્રા. મંગળવાર, તા. ૭ નવે., શ્રી ક.વિ.ઓ.સ્થાનકવાસી જૈન મહાજનવાડી, વોલ્ટાસની સામે, ચિંચપોકલી. ટા. ૩થી ૪.૩૦, નિ. દિપ્તી કિરણ શાહ, ૯૦૨ અમન મરીના, સાંઈ સર્વિસની સામે, ગાંધીનગર, વરલી, મું.૧૮.
જામનગર વિશા ઓશવાલ જૈન
માધવી શાહ (ઉં. વ. ૫૩) ૬-૧૧-૨૦૨૩ અરિહંતશરણ પામેલ છે તે મિલન શાહના ધર્મપત્ની, પ્રભાબેન નગીનદાસ ખીમચંદ શાહ દાણાવાળાના પુત્રવધૂ, પ્રેમના માતુશ્રી. મુકેશ, વિમલ, અમિત, ઈલાબેન કિરણભાઈ પારેખ તથા હીના હિરેન ઝવેરીના ભાભી. મૄદુલાબેન ચીનુભાઈ પટેલ, ઉર્વશીબેન સતીષ ભેદા તથા લીનાબેન પટેલના બેન. સરનામું- સી ૩ સિદ્ધાર્થ એપાર્ટમેન્ટ પહેલા માળે, મંછુભાઈ રોડ, મલાડ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
આટકોટ, હાલ નાલાસોપારા સ્વ. ફુલચંદ મગનલાલ ખારા (ઉં. વ. ૮૩) તે દમયંતીબેનના પતિ. સ્વ. અજય, જયેશ, ઇલેન, મુકેશ, જીજ્ઞેશના પિતા. મીના, અલકા, કલ્પના, અપર્ણાના સસરા. દિપાલી પૃથ્વી મહેતા, નીરવ, રાહુલ, જય, શ્રુતિ., સુરભીના દાદા. સ્વ. વ્રજલાલ મુળજી ટોળીયાના જમાઈ. તા. ૪/૧૧/૨૩ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
સાયલા, હાલ અંધેરી સ્વ. રસિકલાલ સુખલાલ ઠાકરશી શાહના ધર્મપત્ની ગં. સ્વ. મધુમતી (ઉં. વ. ૮૦) તે ૫/૧૧/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. તે નિશિતા, પરાગ તથા અમિતના પિતા. મનીષકુમાર જીતેન્દ્રકુમાર શાહ, મીતા તથા તેજલના સાસુ. દિગસર દાણાવાળા સ્વ. સમરતબેન કેશવલાલ મોહનલાલ બોરડીયાના દીકરી. જીમિત, સાક્ષી, પાર્થના દાદી. તેમની પ્રાર્થનાસભા ૭/૧૧/૨૩ ના ૧૦.૩૦ થી ૧૨, જલારામ હોલ, નોર્થ સાઉથ રોડ ૬, જેવીપીડી જુહુ સ્કીમ વિલેપાર્લા વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શિહોર, હાલ બોરીવલી સ્વ કિશોરભાઈ ફતેચંદભાઈ ગાંધીના ધર્મપત્ની લતાબેન તે ૪/૧૧/૨૩ના અરિહંત શરણ પામેલ છે. તે વિપુલ, મનીષ, પારૂલ દિપકકુમાર, કૌશિકા પ્રકાશકુમારના માતુશ્રી. ભાવના, જીજ્ઞાના સાસુ. ક્રેની અનુજકુમાર, ક્રિયા, વૃષ્ટિ, શુભમ તથા ઋત્વી, લબ્ધી, તીર્થ, વિધિના દાદી. દીપકભાઈ, નરેશભાઈના ભાભી. પિયરપક્ષે વરલ નિવાસી શાહ ચુનીલાલ દેવચંદના દીકરી. તેમની ભાવયાત્રા ૯/૧૧/૨૩ ના રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
પાલડી ભાવનગર હાલ મલાડ ચંદ્રકાન્ત દીપચંદ શાહના ધર્મપત્ની. હેતલ અને મેહુલના માતુશ્રી. અ. સૌ. જયોતિબેન શાહ (ઉં.વ. ૭૪) તા. ૪-૧૧-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે ત્રાપજવાળા સ્વ. ગજરાબેન જમનાદાસ નાગજીભાઇ શાહના દીકરી. મોસાળ પક્ષે ભદ્રાવરવાળા (હાલ ભાવનગર) સ્વ. ફૂલચંદ મગનના ભાણેજ. સ્વ.કાંતિભાઇ, સ્વ. વિનોદભાઇ, મનહરભાઇ, સ્વ. હર્ષદભાઇ, સ્વ. મંગળાબેન, તારાબેન તથા સ્વ. શારદાબેનના ભાભી. સ્વ. પ્રવીણભાઇ, સ્વ. હસમુખભાઇ અને જીતેન્દ્રભાઇના બેન. લૌકિક વ્યવહાર બંધ છે.
નૂતન સાડત્રીસ વીશા શ્રીમાળી જૈન
માંડલ હાલ ભાયંદર સ્વ. લક્ષ્મીચંદ દામોદરદાસ શાહના પુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૮૬) તે નિર્મળાબેનના પતિ. તૃપ્તીબેનના પિતા. તે સ્વ. જીતેન્દ્રભાઇ, કીર્તિભાઇ, અજીતભાઇ તથા હસુબેનના મોટાભાઇ. તે અલ્પેશકુમાર કેશવલાલ શાહના સસરા. તે સ્વ. ઘેલીબેન મંગળદાસ દોશીના જમાઇ. તા. ૬ને સોમવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર હાલ મુંબઇ જુહુ સ્કીમ સ્વ. ગુલાબબેન સૌભાગ્યચંદભાઇ વિપાણીના પુત્ર. કિરીટભાઇના ધર્મપત્ની વિલાસબેન (ઉં. વ. ૬૯) તા. ૫-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રિતેષભાઇ તથા મેઘનાબેનના માતા તથા અવની તેમ જ ચિંતન કિશોરભાઇ ભાવસારના સાસુ. તેમ જ અનુપચંદભાઇ, સ્વ. કનુભાઇ, અરુણભાઇ, હસમુખભાઇ, સ્વ. નટુભાઇ તથા વિજયભાઇ તથા મીનાબેન હસમુખભાઇ પંચમીઆના ભાભી. તથા જૂનાગઢ નિવાસી નરોતમદાસ ગોકલદાસ સંઘાણીના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ હાલ કલ્યાણ હંસાબેન વિનોદરાય દોશીના પુત્રવધૂ રાજશ્રી (ઉં. વ. ૫૨) તે જીજ્ઞેશભાઇનાં ધર્મપત્ની. ગૌતમનાં મમ્મી. વૈશાલી સંજય દોશીના જેઠાણી. જૈનમના મોટા મમ્મી. સ્વ. મધુબેન કિર્તીભાઇ શાહના દીકરી. તા. ૬-૧૧-૨૩ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.