આપણું ગુજરાત

₹ ૨.૧૫ કરોડ આઇડી બેલેન્સવાળો બુકી ઝબ્બે

ગુજરાતમાં વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાનું રેકેટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો સીઆઇડી ક્રાઇમની ટીમે મોટાવરાછામાં વીઆઇપી સર્કલ પાસે આવેલા પાનના ગલ્લા પર દરોડા પાડી બુકીને પકડી પાડ્યો હતો. જેના બંને મોબાઇલ ચેક કરતા વિવિધ એપમાં રૂ. ૨.૧૫ કરોડની ક્રેડિટ લિમિટ કહો કે બેલેન્સ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ સુપર આઇડી ધારક નામચીન બુકી કાના સુદામા અને ભાવનગરના સોહેલ હિંગોરાને વોન્ટેડ જાહેર કરાયા હતા.

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલની ટીમને બાતમી મળી હતી કે, સુરતના મોટાવરાછામાં વીઆઇપી સર્કલ પાસે એક પાનના ગલ્લા પર હરેશ મકવાણા વર્લ્ડકપની મેચ પર મોબાઇલ એપ પર પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પર પોતાના આઇડી નીચે સુપર માસ્ટર તરીકેની આઇડી આપી ઓનલાઇન સટ્ટો રમાડે છે. જેના આધારે સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડી હરેશ મકવાણા (રહે- માધવપાર્ક, ઉત્રાણ રેલવે સ્ટેશન પાસે)ને પકડી પાડ્યો હતો. તેના મોબાઇલ ચેક કરતા એપ ખુલ્લી જણાઇ આવી હતી. જેના પર લાઇવ મેચના હાર-જીતના ભાવ લખાયેલા પણ નજરે પડ્યા હતા. પોલીસે આ ક્રિકેટ સટ્ટા પર વલણ ક્યાં કપાવે છે તે પૂછતા હરેશે કિશન ઉર્ફે કાના સુદામાનું નામ આપ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે એપ કાના સુદામાએ સોહેલે હિંગોળા પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું. તપાસ કરતા એડમિનમાં ૩૧ ગ્રાહકો હોવાનું ખુલ્યું હતુ. સાથોસાથ એપ પર લિસ્ટ ઓફ ક્લાયન્ટ્સ પર ક્લિક કરતા નવ માસ્ટર આઇડીની વિગતો બહાર આવી હતી. જે તમામની વિવિધ બેલેન્સ ચેક કરતા રૂ. ૨.૧૫ કરોડની આઇડી બેલેન્સ કહો કે ક્રેડિટ લિમિટ મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button