આમચી મુંબઈ

આરટીઇનો લાભ લઇ રહી છે ખાનગી સ્કૂલો

સ્કૂલ મેનેજમેન્ટને થશે એક લાખનો દંડ

મુંબઈ: સરકારી યોજનાઓનો લાભ લઈને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધાથી વંચિત રાખનારી ખાનગી શાળાઓને સજા થશે. એક સામાજિકસંસ્થાની ફરિયાદ બાદ સમગ્ર શિક્ષણ વિભાગની ઉંઘ હરામ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સે તપાસના આદેશ આપ્યા છે ત્યારે પાલિકાનો શિક્ષણ વિભાગ પણ સંતર્ક થઇ ગયો છે અને મહાનગરમાં આરટીઇના ધોરણોનું પાલન ન કરતી ખાનગી શાળાઓની તપાસ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કાર્યવાહીથી આવનારા દિવસોમાં ઘણી શાળાઓને અસર થઈ શકે છે.

એક એનજીઓએ પાલિકા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ સચિવને કાયદાનું પાલન ન થતું હોવા અંગે લેખિત ફરિયાદ કરી હતી. એનજીઓએ ચેતવણી આપી છે કે આરટીઇ ધોરણોનું
સ્પષ્ટ ઉલ્લંઘન કરતી શાળાઓ સામે પગલાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ શાળાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. આરટીઈથી મળેલી માહિતી મુજબ શહેરમાં છેલ્લાં ઘણા સમયથી ૨૧૮ શાળાઓ આરટીઇની માન્યતા વગર ચાલી રહી છે. મહારાષ્ટ્ર સ્ટેટ સ્ટુડન્ટ પેરેન્ટ ટીચર ફેડરેશન દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલો વધી ગયા પછી મહારાષ્ટ્ર રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે શિક્ષણ નિયામક પાસેથી રાજ્યભરમાં આરટીઇ જોડાણ વિના ચાલતી શાળાઓ વિશે માહિતી માગી છે.

૧૦ માપદંડોનું પાલન કરવું ફરજિયાત

નામ ન આપવાની શરતે પાલિકા અધિકારીએ કહ્યું કે આ સંદર્ભે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. શાળાઓ પાસે પહેલાથી જ રાજ્ય સરકાર તરફથી એનઓસી અને પાલિકા તરફથી માન્યતા છે, જો કે, તેઓએ આરટીઇની માન્યતા મેળવવાની જરૂર છે, જેના માટે તેઓએ કાયદામાં ઉલ્લેખિત ૧૦ માપદંડોનું પાલન કરવું જરૂરી છે. વર્ષ ૨૦૧૬ સુધી, મહાનગરની કેટલીક શાળાઓએ આઇટીઆઇ એક્ટ હેઠળ તેમની માન્યતા રિન્યૂ કરી નથી. કેટલાકે સમયમર્યાદા બાદ અરજી કરી છે. તેમની પાસે આરટીઇ માન્યતા હોવી જરૂરી છે. જો માપદંડ પૂરા ન થાય ત્યાં સુધી નવીકરણ કરવામાં ન આવે અને માન્યતાના અભાવે શાળાઓ ચલાવવામાં આવે તો શાળાઓ પર પ્રતિ દિવસ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ લાદવામાં આવી શકે છે. સ્કૂલ મેનેજમેન્ટને એક લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button