નેશનલ

આજે છત્તીસગઢ ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન, ૨૨૩ ઉમેદવારનું ભાવિ કેદ થશે

૨૫ હજારથી વધુ મતદાન કર્મચારીઓ અને ૬૦ હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ તહેનાત

રાયપુર: છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગની ૨૦ બેઠકો માટે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે. મતદાનની વ્યવસ્થામાં ૨૫,૨૪૯ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હોવાનું ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોન્ટા નામની ૧૦ બેઠકો પર સવારે ૭ થી બપોરે ૩ વાગ્યાની વચ્ચે મતદાન થશે. જ્યારે ખૈરાગઢ, ડોંગરગઢ, રાજનાંદગાંવ, ડોંગરગાંવ, ખુજજી, પંડારિયા અને કવર્ધા બસ્તર, જગદલપુર અને ચિત્રકોટમાં સવારે ૮ થી સાંજે ૫ વાગ્યાની વચ્ચે મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૨૫ મહિલાઓ સહિત ૨૨૩ ઉમેદવારોનું ભાવી અંદાજિત ૪૦,૭૮,૬૮૧ મતદારો દ્વારા નક્કી કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે ૫૩૦૪ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી(સીઇઓ)ના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર પ્રથમ તબક્કાના મતદાન માટે ૨૫,૪૨૯ પોલિંગ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનના ૧૨ મતવિસ્તારોમાં ચૂંટણીના સુચારુ સંચાલન માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ૪૦,૦૦૦ સહિત ૬૦,૦૦૦ સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ ૨૦ બેઠકોમાંથી ૧૨ અનુસૂચિત જનજાતિ માટે અને એક અનુસૂચિત જાતિ માટે અનામત છે. સૌથી વધુ ઉમેદવારો રાજનાંદગાંવ મતવિસ્તારમાં(૨૯) છે જ્યારે સૌથી ઓછા ઉમેદવારો ચિત્રકોટ અને દંતેવાડા બેઠકો પર સાત-સાત છે. કૉંગ્રેસ પાસે આ ૨૦માંથી ૧૯ બેઠકો છે, જેમાં પેટાચૂંટણીમાં જીતેલી બે બેઠકોનો સમાવેશ થાય છે. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે આ ૨૦માંથી ૧૭ બેઠકો, ભાજપે ૨ અને જનતા કૉંગ્રેસ છત્તીસગઢે ૧ બેઠક જીતી હતી. રાજ્યમાં ૯૦ સભ્યોની વિધાનસભામાં કૉંગ્રેસ પાસે ૭૧ બેઠકો છે. ૨૦૧૮ની ચૂંટણીમાં ૨૦૦૩થી રાજ્યમાં શાસન કરી રહેલી ભાજપને કારમી હાર આપી હતી.

મતદાનના આગલા દિવસે છત્તીસગઢમાં વિસ્ફોટ

કાંકેર: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સોમવારે ઈમ્પ્રોવાઈઝડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી)ના વિસ્ફોટમાં ચૂંટણી ફરજ પરના બે કર્મચારી અને બીએસએફના જવાનને ઈજા થઈ હતી. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ અને તેમની સુરક્ષા માટેના બીએસએફ જવાનો છોટેબેઠિયા પોલીસમથકની હદમાં સ્થિત મતદારમથકો પર જઈ રહ્યા હતા ત્યારે સાંજે ૪.૦૦ કલાકે આ ઘટના બની હતી.રેન્ગાગોન્ડી પાસે આઈઈડી વિસ્ફોટ થયો હતો જેમાં બે કર્મચારી અને બીએસએફનો એક કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તોને છોટેબેઠિયા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી. કર્મચારીઓ અને સુરક્ષાકર્મીની ટીમ માર્બેડા કેમ્પથી રેંગાઘાટી રેન્ગાગોન્ડી મતદારમથક પર જઈ રહી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ વિસ્તારમાં ‘સર્ચ ઑપરેશન’ ચાલી રહ્યું છે. અંતાગઢમાં મંગળવારે મતદાન થવાનું છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?