દિવાળીની પાર્ટીમાં આ અભિનેત્રીઓએ લગાવી આગ
મુંબઈઃ જાણીતા ફેશન ડિઝાઈનરે દિવાળી પહેલા પોતાના ઘરે દિવાળીની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં અનેક વીવીઆઈપી ગેસ્ટની સાથે બોલીવુડની અભિનેત્રીઓ પણ આવી હતી. આ ફેશન ડિઝાઈનર એટલે મનીષ મલ્હોત્રાના ઘરની પાર્ટીમાં બોલીવુડની અનેક અભિનેત્રીઓને આમંત્રણ આપ્યું હતું.
સૌથી જાણીતી અભિનેત્રી અને બોલ્ડ અભિનેત્રી દિશા પટણીને પણ આમંત્રણ આપ્યું હતું. દિશા પટણીની વાત કરીએ બ્રાઉન કલરની સાડી પહેરીને દિશા પહોંચી હતી પાર્ટીમાં. પોતાના બોલ્ડ લૂકને લઈને જાણીતી દિશાને જોઈને લોકો દંગ રહી ગયા હતા.
કેમેરા સામે પણ તેને મસ્ત મજાના પોઝ આપ્યા હતા. તેના આઉટફીટને લોકો જોતા રહી ગયા હતા, જેમાં બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝમાં જોવા મળેલી દિશાએ તેના આ અંદાજનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ પર સેર કરેલા વીડિયોને લાખો લોકોએ લાઈક કરવા સાથે તેની ફ્રેન્ડ મૌની રોયે તેને પ્રેટિએસ્ટ લખ્યું હતું. દિશા પટની સિવાય મલ્હોત્રાની પાર્ટીમાં ભૂમિ પેંડણેકર પણ પહોંચી હતી. ભૂમિએ અગાઉ તેના બોલ્ડ અંદાજના લોકોને દર્શન કરાવ્યા હતા, જ્યારે ડીપનેક બ્લાઉઝમાં લહંગા અને ચોલીમાં જોવા મળી હતી.
આ ઉપરાંત, ધ આર્ચીજ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી ખુશી કપૂર પણ મરુણ કલરના લહેંગા સાથે ગોલ્ડન કલરની ચોલીમાં નજરે પડી હતી. ખુશી કપૂરની ચોલી પણ ડીપનેક હતી, જ્યારે એક્ટ્રેસે દુપટ્ટો પણ કેરી કર્યો નહોતો. ખુશી કપૂર સાથે બહેન જાહન્વી કપૂર પણ આવી હતી. ગોલ્ડન કલરના લહેંગા અને ચોલીમાં જોવા મળેલી જાહન્વીએ મસ્ત મજાના પોઝ કેમેરા સામે આપ્યા હતા.
અહીંની પાર્ટીમાં બોલીવૂડના અનેક જાણીતા અભિનેતા, અભિનેત્રીઓ પણ હાજર રહ્યા હતા.