નેશનલ

મની લોન્ડરિંગ કેસઃ સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીન મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

નવી દિલ્લી: મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન પર જેલની બહાર આવેલા આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સત્યેન્દ્ર જૈનના નિયમિત જામીન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે 24 નવેમ્બર સુધી વચગાળાના જામીન ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. જામીનની આગામી સુનાવણી 24 નવેમ્બરે હાથ ધરાશે.

સત્યેન્દ્ર જૈન વતીથી કોર્ટમાં હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટ સામે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે જૈનને 2017માં સીબીઆઇના કેસમાં જામીન મળ્યા હતા. સીબીઆઈના કેસમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી નથી. ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ 30 ઓગસ્ટ 2017ના રોજ ઈસીઆઈઆર દાખલ કરી હતી.

ઇડીએ પાંચ વર્ષ સુધી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી નહોતી. ત્યારબાદ ૩૦ મે 2022ના રોજ ઇડીએ જૈનની ધરપકડ કરી હતી અને જૈને હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત તપાસ એજન્સી સામે હાજર પણ થયા છે.
સત્યેન્દ્ર જૈનના વકીલે પોતાની દલીલો કરતાં કહ્યું અમે એવું નથી કહી રહ્યા કે ઇડી કોઈની ધરપકડ કરી શકતી નથી, પરંતુ સ્પષ્ટ કારણ આપ્યા વિના કોઈની ધરપકડ કરી શકે નહીં. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સવાલ કરવામાં આવ્યો કે વૈભવ અને અંકુશ જૈન તમારા પુત્રો છે કે ? આના જવાબમાં સત્યેન્દ્ર જૈનના વકીલે ના પાડી અને કહ્યું કે તેમની અટક ફક્ત મારા નામ જેવી છે.

સત્યેન્દ્ર જૈન વતી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ચાર્જશીટમાં જે વાતો કહેવામાં આવી છે તેને સત્ય માની શકાય નહીં. મારી પત્નીએ ચેક પિરિયડના પાંચ વર્ષ પહેલા 2008માં કંપનીના શેર ખરીદ્યા હતા. જૈન પર કલકત્તાની કંપનીઓએ આ 3 કંપનીઓના શેર ખરીદી તેના પૈસા પરત કર્યા છે. વૈભવ અને અંકુશે આ શેર ખરીદવા માટે કલકત્તાની કંપનીઓને પૈસા આપ્યા હતા, તે પૈસા સત્યેન્દ્ર જૈનના હોવાનો આરોપ તપાસ એજન્સીએ મૂક્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button