બોલીવુડના 70 અને 80ના દાયકાની ટોચની અભિનેત્રી ઝીનત અમાન લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યા હતા. જો કે તેમણે થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર તેમનું એકાઉન્ટ બનાવ્યું હતું અને હવે બોલીવુડ કમબેક માટે પણ તેઓ તૈયાર છે.
મનીષ મલ્હોત્રાએ ઝીનત અમાનની કમબેક ફિલ્મ ‘બન ટીક્કી’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં ઝીનતની સાથે શબાના આઝમી તથા અભય દેઓલ પણ દેખાશે. ઝીનત અમાને 1989 પછી ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું. તે પછી 10 વર્ષ પછી તેમણે પુનરાગમન કર્યું હતું પરંતુ તેને કોઈ મોટી યાદગાર ફિલ્મ ક્યારેય મળી ન હતી.
સોશિયલ મીડિયા પર ઝીનત ઘણા એક્ટિવ છે અને સતત કોઇને કોઇ પોસ્ટ તેઓ કરતા જ હોય છે. સોશિયલ મીડિયા પર તેનું ફેન ફોલોઈંગ પણ સતત વધી રહ્યું છે.
ઝિન્નત ‘બન ટિક્કી’થી પુનરાગમન કરી રહી હોવાની વાત લાંબા સમયથી ચર્ચાતી હતી. જોકે, હવે ખુદ મનિષ મલ્હોત્રાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી હતી. મનિષે શબાના તથા અભય દેઓલ સાથે ઝિન્નતની એક તસવીર પોસ્ટ કરી હતી અને જણાવ્યુ હતું કે હું પોતે શબાના અને ઝિન્નત બંનેનો મોટો ફેન રહ્યો છું.
Taboola Feed