મનોરંજન

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ રસિયાઓ માટે મહત્ત્વના સમાચાર, થશે આ તારીખથી શરુ

નવી દિલ્હીઃ ફિલ્મી રસિયાઓ માટે મહત્ત્વના સમાચાર છે કે આગામી દિવસોમાં ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 20 નવેમ્બરથી 28મી નવેમ્બર સુધી ચાલનારા 54માં ફિલ્મ મહોત્સવમાં દેશ અને વિદેશની અનેક ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે, જ્યાં એક પેનલને પણ બેસાડવામાં આવશે, જ્યાં સારી ફિલ્મોને એવોર્ડથી નવાજવામાં પણ આવશે.

દર વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ગોવામાં કરવામાં આવે છે. આ વખતે પણ ગોવામાં યોજવામાં આવશે. 54માં ફિલ્મ ફેસ્ટિવલમાં 105 દેશની 2,962 ફિલ્મને દર્શાવવામાં આવશે, એમ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું.

ઠાકુરે આ મુદ્દે માહિતી આપતા જણાવ્યું હતું કે દુનિયામાં ભારતમાં સૌથી વધુ ફિલ્મો બનાવવામાં આવી રહી છે, તેથી દેશમાં ફિલ્મ અને મિડિયા ઈન્ડસ્ટ્રી સૌથી મોટી છે.

પાયરસી વિરુદ્ધની લડાઈમાં દુનિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે ભારત છે. જી-ટવેન્ટીના સફળ આયોજન પછી ફરી એક વખત ગોવામાં આ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

ગોવામાં યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાના જાણીતા અભિનેતા માઈકલ ડગલાસને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ફોર એક્સીલન્સ ઈન સિનેમા એવોર્ડથી નવાજવામાં આવશે. આ ઉપરાંત ફેસ્ટિવલ માટે 105 દેશમાંથી 2,962 ફિલ્મની એન્ટ્રી આવી છે.

સાત બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરની ફિલ્મ બતાવવામાં આવશે. દેવ આનંદની ફિલ્મ 100મી જયંતીને લઈને આ ફેસ્ટિવલમાં 1965માં રિલીઝ થયેલી ફિલ્મ ગાઈડનું પણ સ્પશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. એના સિવાય ગોલ્ડન પિકોક એવોર્ડ કેટેગરીમાં 40 લાખનું પ્રાઈઝ મની તથા ઓટીટી કેટેગરીમાં જે એવોર્ડ આપવામાં આવશે, તેમાં 10 લાખની પ્રાઈઝ મની આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button