આપણું ગુજરાત

કેવો હોશિયાર! દારૂની ડિલિવરી માટે બુટલેગરે ખાસ એપ બનાવી, ઓનલાઇન ઓર્ડરથી લાખોની કરી કમાણી

અમદાવાદ: ગુજરાતમાં બુટલેગરો દારૂની હેરફેર કરવા માટે અવનવા કિમીયા અજમાવતા જોવા મળે છે ત્યારે અમદાવાદના એક બુટલેગરે લોકો માટે ઓનલાઇન દારૂ મંગાવવાની ‘વિશેષ સુવિધા’ ઉપલબ્ધ કરાવી હતી.

પીસીબી અધિકારીને શહેરના વાડજ વિસ્તારમાં એક કરિયાણાની દુકાનમાં દારૂનો જથ્થો સંતાડેલો હોવાની મળેલી બાતમી મુજબ તેમણે અન્ય પોલીસ કર્મીઓને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. અમદાવાદની તમામ એજન્સીઓને દારુજુગારના અડ્ડાઓ સામે કાર્યવાહી કરવાની શહેર પોલીસ કમિશનરે સૂચના આપી છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં બાતમીદારોનું નેટવર્ક ગોઠવીને પોલીસ અધિકારીઓ સતત આ સંદર્ભે કામગીરી કરી રહ્યા છે. વાડજમાં જય ફોર માર્ટ નામની સુપરમાર્કેટ પ્રકારની કરિયાણાની દુકાનમાં પોલીસે દરોડા પાડી વેપારીને 26 વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યો હતો.

દુકાનનો વેપારી પહેલા સાબરકાંઠામાં કૌભાંડ કરીને નાસી છુટ્યો હતો અને અમદાવાદમાં નામ બદલીને રહેતો હતો. તેણે દારૂની ડિલિવરી માટે એપ બનાવડાવી હતી અને તેના ઓળખીતા લોકો દારૂના ઓનલાઇન ઓર્ડર આપતા હતા. આ રીતે ઓર્ડર દ્વારા તે લાખો રૂપિયાની કમાણી કરતો હતો. પોલીસે તેને જેલહવાલે કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત