રાશિફળ

ગ્રહોના રાજકુમારે કર્યું ગોચર, સાત રાશિના લોકોને ચાંદી જ ચાંદી…

ગ્રહોના રાજકુમાર બુધે આજે એટલે કે છઠ્ઠી નવેમ્બરના ગોચર કર્યું છે અને 26મી નવેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે હતું અને આ ગોચરને કારણે સાત રાશિના જાતકોને ખૂબ જ લાભ થઈ રહ્યો છે. બુધનું આ રાશિ પરિવર્તન તુલામાંથી થઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. જો તમારી કુંડળીમાં બુધની દશા સારી છે અને એટલે તમે તમારી જબાનના જોરે પોતાના બધા કામ કરાવી શકશો. તમારું કમ્યુનિકેશન જ તમને જિંદગીમાં અલગ ઊંચાઈએ પહોંચાડી શકે છે. કોઈ પાસે કામ કરાવવાની કળા એ જ લોકોને હાંસિલ છે જેમની કુંડળીમાં બુધ એકદમ મજબૂત છે. આવો જોઈએ બુધના આ ગોચરથી કઈ કઈ રાશિઓને લાભ થવા જઈ રહ્યો છે-

મેષઃ

Raashi

મેષ રાશિના લોકો આ સમયે પોતાની કળાનો વધુ વિસ્તાર કરી શકશે. નવા લોકોને મળવાનું થશે અને જે લોકો સિંગલ છે એમના માટે સારા સારા પ્રસ્તાવ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે કંઈ નવું શિખી શકો છો. પૈસા બચાવીને તમે કોઈ સારી જગ્યા પર રોકી શકો છો. વિદ્યાર્થીઓનો માર્ગ સરળ થઈ રહ્યો છે.

વૃષભઃ

Horoscope

આ રાશિના લોકો લાઈફ પાર્ટનરને બિઝનેસ પાર્ટનર બનાવી શકે છે અને બંને જણ સાથે મળી કામ કરી શકો છો. પરિવાર સાથે આનંદની ક્ષણો પસાર કરશો. નવું ઘર ખરીદવા માટે લોન લઈ શકો છો. કામના સ્થળે જો તમે મહેનત કરશો તો એના પરિણામો દેખાશે. વિરોધીઓથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

કર્કઃ

કર્ક રાશિના લોકો આ સમયગાળા દરમિયાન પોતાની બુદ્ધિનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકશો. શેરમાર્કેટ, પ્રોપર્ટીમાં ફાયદો થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા બધા પાસા સીધા પડશે અને બધા કામ પૂરા થશે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે. વાદ-વિવાદથી દૂર રહો. પૈસાથી પૈસા કમાવવાનો સમય છે આ. ગુસ્સા પર નિયંત્રણ રાખો. આવકના નવા નવા સ્રોત બનશે.

સિંહઃ

સિંહ રાશિના લોકો માટે બુધનું આ રાશિ પરિવર્તન ખૂબ જ શુકનિયાળ રહેશે. તમે તમારી બુદ્ધિમતાના જોર પર આજે સારા કામ કરશો. તમારો બિઝનેસ ખૂબ જ સારી રીતે આગળ વધશે. સમાજમાં માન-સન્માન વધી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન તમે મન મૂકીને શોપિંગ કરો. ચહેરા પર આત્મવિશ્વાસની ઝાંખી જોવા મળશે.

તુલાઃ

આ રાશિના લોકો માટે બુધનું આ રાશિ પરિવર્તન લઈને આવી રહ્યું છે. તમારું મગજ ઘોડાની ઝડપે દોડશે અને પૈસા કમાવશો. પૈસામાંથી પૈસા બનાવવામાં તમને સફળતા મળશે. નવા અને સિક્રેટ સોર્સમાંથી પૈસા કમાશો. કામના સ્થળે પડકારોનો સામનો કરવો પડશે.

મકરઃ

મકર રાશિના લોકોની બુદ્ધિ આ સમયગાળામાં ખૂબ જ ઝડપથી કામ કરશે. તમને નવા નવા અને સારા સારા વિચારો આવશે અને એની મદદથી તમે બિઝનેસમાં નવી નવી ઊંચાઈઓ પર પહોંચી શકશો. પૈસા કમાવવાની નવી નવી તક ઊભી થશે. કામના સ્થળે તમારા કામના વખાણ કરશો. જીવનમાં ખાસ પડકારોનો સામનો કરવો પડશે.

મીનઃ

meen

મીન રાશિના લોકો માટે બુધનું આ રાશિ પરિવર્તન ખૂબ જ સારું સાબિત થવા જઈ રહ્યો છે. આ સમયગાળામાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. બિઝનેસમાં વાદ-વિવાદથી દૂર રહો. સમય ના વેડફશો. મહેનત કરો તમને ફળ ચોક્કસ મળષો. બિઝનેસ કરનારાઓને લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button