આમચી મુંબઈમહારાષ્ટ્ર

જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગાયું તેરી ઝલક… વીડિયો થયો વાઈરલ

મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો જાદુ હજી પણ લોકો પર યથાવત છે અને એમાંથી દર્શકો તો ઠીક, પણ સેલેબ્સ અને ક્રિકેટર પણ બચી શક્યા નથી. હવે સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે ફિલ્મ પુષ્પાનું ખૂબ જ ફેમસ ગીત તેરી ઝલક… ગીત ગાઈને લોકોને ચોંકાવી દીધા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે ફિલ્મ પુષ્પાનું ગીત શ્રીવલ્લી ગીત ગણગણીને લોકોને ચોંકાવી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં આ ગીત જાવેદ અલીએ ગાયું છે અને એની સામે જ ફડણવીસે આ ગીત ગાયું હતું.

જાવેદ અલીના ફેન પેજ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે જાવેદ અલી ગીત શ્રીવલ્લી ગીત ગાવાનું શરૂ કરે છે અને આશ્ચર્ય વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે એને સાથ પૂરાવ્યો હતો અને આ ગીતનો એક સ્ટાન્ઝા તેમણે ગાયું હતું અને જાવેદ અલી નાયબ મુખ્ય પ્રધાનની ગાયકીના વખાણ કરે છે.

દરમિયાન આ વીડિયો નાગપુરના ઉદ્યોગપતિ પ્યારે ખાનની દીકરીના લગ્નની રિસેપ્શન પાર્ટીનું હોવાનું કહેવાય છે. દેવેન્દ્ર ફડણવીસ સાથે હાજરી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ હાજર હતા અને તેમણે પણ તુઝસે નારાઝ નહીં ઝિંદગી હૈરાન હું મૈં… ગીત ગાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button