હવા ઝેરી બની રહી છે ત્યારે દિવાળી ટાણે આટલું ચોક્કસ કરજો…
મુંબઈઃ દેશભરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક હદે વધી રહ્યું છે અને દિલ્હી હોય કે મુંબઈ નાગરિકો વધતાં જતા પ્રદૂષણને કારણે પરેશાનીનો સામનો કહી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોએ શું-શું તકેદારી રાખવી જોઈએ એ બાબતે કેટલાક મહત્ત્વના સૂચનો આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. જેને અનુસરીને તમે પણ પ્રદૂષણને કારણે થતી સમસ્યાઓથી બચી શકો છો.
હવામાન ખાતા દ્વારા વાયુ પ્રદૂષણને કારણે થનારા નુકસાન, પ્રદૂષણનું પ્રમાણ અને એ વખતે રાખવાની કાળજી વિશે વાત માહિતી આપી હતી. હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિવાળી હવે ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે વધતાં જતા પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે ફટાકડાં ફોડવાનું ટાળો, એવી ભલામણ કરવામાં આવી છે અને એ સિવાય પણ કેટલાક એવા સૂચનો કરવામાં આવ્યા છે કે જેનું પાલન કરીને તમે પ્રદૂષણને કારણે થતી સમસ્યાઓમાંથી બચી શકો છો-
શું કરશો અને શું નહીં?
⦁ એક્યુઆઈના સ્તરને ધ્યાનમાં લઈને બહારના કામનું એક ટાઈમ ટેબલ તૈયાર કરો અને ખરાબથી અતિ ગંભીર એક્યુઆઈ હોય એવા દિવસોમાં કે સમયમાં બહાર જવાને બદલે ઘરમાં જ રહો.
⦁ પ્રદૂષણનું સ્તર વધુ હોય એવા ભાગમાં મોડેથી ચાલવા, દોડવા, જોગિંગ કે વર્ક આઉટ કરવાનું ટાળો.
⦁ સવાર અને સાંજના સમયે બારી-બારણા ખોલશો નહીં અને જરૂર હોય તો બપોરે 12થી 4ની વચ્ચે જ બહાર નીકળો
⦁ લાકડા, કોલસા, જનાવરનું છાણ, કેરોસીન અને બાયોમાસ સળગાવવાનું ટાળો. રસોઈ અને ઉષ્ણતાની દ્રષ્ટિએ સ્વચ્છ અને ધૂમાડારહિત ઈંધણનો ઉપયોગ કરો.
⦁ બંધ ઓરડામાં મચ્છર માટેની કોઈ કે અગરબત્તી સળગાવવાનું ટાળો.
આ લોકોને છે સૌથી વધુ જોખમ
⦁ પાંચ વર્ષથી નાના બાળકો વૃદ્ધોને આ સમય દરમિયાન સૌથી જોખમ રહી છે.
⦁ ગર્ભવતી મહિલાઓએ પણ પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ, નહીંતર ગર્ભના શિશુના આરોગ્ય પર વિપરીત અસર જોવા મળશે.
⦁ શ્વસન સંબંધિત કે હૃદયરોગ હોય એવા લોકોને પણ પ્રદૂષણને કારણે સમસ્યા થઈ શકે છે.
આ વાતોનું ખાસ ધ્યાન રાખો
⦁ વાયુ પ્રદુષણનું જોખમ ટાળવું ખૂબ જ કાળજી રાખો.
⦁ એક્યુઆઈનું સ્તર ખરાબ વધારે શ્રમ કરવાનું ટાળો.
⦁ ડોક્ટર દ્વારા લખી આપવામાં આવેલી કોઈ પણ ખાસ દવાઓ હંમેશા પોતાની સાથે રાખો.
⦁ જરૂર પડે તો તરત જ ડોક્ટર કે મેડિકલ એક્સપર્ટની મદદ લો.
⦁ દર થોડાક સમયે આંખો સ્વચ્છ પાણીથી ધોઈ લો
⦁ ફિલ્ટરનો ઉપયોગ કરો.
⦁ માસ્ક પહેરો.