નવી દિલ્હી: એક તરફ ભારે જહેમત બાદ પાકિસ્તાની ટીમ માંડ માંડ વર્લ્ડ કપમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકી છે, અને બીજી તરફ ટીમના સ્ટાર બેટર મોહમ્મદ રિઝવાન પોતાના શતક બાદ કરેલા ટ્વિટને પગલે હજુસુધી વિવાદોમાં ફસાયેલો છે. પાકિસ્તાની મીડિયાનું સાચું માનીએ તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ હરકતમાં આવી ચુક્યું છે.
મોહમ્મદ રિઝવાને વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ઝંઝાવાતી બેટિંગ કરી સેન્ચુરી ફટકારી હતી. પોતાની ટીમને જીતાડ્યા બાદ તેણે સોશિયલ મીડિયા સાઇટ X પર સેન્ચુરી ગાઝાના પીડિતોને સમર્પિત કરી હતી. “આ ગાઝાના અમારા ભાઈ-બહેનો માટે હતું. ટીમને જીતાડવામાં મારું યોગદાન આપવા બદલ ખુશ છું. સરળ જીતનો શ્રેય સમગ્ર ટીમ અને ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે.” તેવું રિઝવાને તેની ટ્વીટમાં લખ્યું હતું.
આ પોસ્ટને પગલે ભારે વિવાદ સર્જાયો હતો. ક્રિકેટ ફેન્સે સોશિયલ મીડિયા પર તેને ભયંકર રીતે ટ્રોલ કર્યો હતો. હવે પાકિસ્તાની મીડિયા જીયો ન્યુઝના એક અહેવાલ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રિઝવાનને આ પોસ્ટ ડિલીટ કરવાની સલાહ આપી છે. જો કે પાકિસ્તાન તરફથી આધિકારિક રીતે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પાકિસ્તાનની ટીમ સતત 2 મેચ જીતીને પરત ફરી છે. ફખર ઝમાનની શાનદાર ઇનિંગની મદદથી ટીમે પહેલા બાંગ્લાદેશને હરાવ્યું અને પછી ન્યૂઝીલેન્ડને 21 રનથી હરાવ્યું. ફખરને બંને મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને