સ્પોર્ટસ

આજની મેચમાં બનશે આ નવો રેકોર્ડ…

નવી દિલ્હી: સોમવારે વર્લ્ડ કપ 2023માં એક મોટો રેકોર્ડ બને તેવો વિશ્ર્વાસ દરેક ક્રિકેટ રસીયાઓને છે. આજે ટુર્નામેન્ટની 38મી મેચમાં બે એશિયન ટીમો બાંગ્લાદેશ અને શ્રીલંકા (બાંગ્લાદેશ vs શ્રીલંકા) એકબીજા સામે ટકરાશે. આજની મેચમાં જ્યારે પણ કોઇ ખેલાડી સિક્સ મારશે ત્યારે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ બની જશે. વર્ષ 2015માં યોજાયેલી વર્લ્ડ કપની મેચોમાં અગાઉ રમાયેલા તમામ વર્લ્ડ કપ કરતા સૌથી વધુ સિક્સર ફટકારવામાં આવી હતી એટલે કે 2015ના વર્લ્ડ કપમાં (463) સિક્સર ફટકારવામાં આવી હતી. જ્યારે 2023ના વર્લ્ડ કપમાં રમાયેલી 37 મેચોમાં 463 સિક્સર ફટકારીને 2015ની બરોબરી કરી લીધી છે. ત્યારે જો બાંગ્લાદેશ-શ્રીલંકા મેચમાં એક પણ સિક્સર ફટકારવામાં આવે તો અત્યાર સુધીના બધા વર્લ્ડ કપ કરતા સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ બની જશે.

2015ના વર્લ્ડ કપમાં ક્રિકેટ ચાહકોને 463 સિક્સર સાથે સિક્સરોનો જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. આ બે વર્લ્ડ કપ ઉપરાંત 2007 અને 2019ની આ ટુર્નામેન્ટમાં સિક્સરની સંખ્યા 350થી વધુ હતી, 2007ના વર્લ્ડ કપમાં 373 સિક્સર અને 2019 વર્લ્ડ કપમાં 357 સિક્સર ફટકારવામાં આવી હતી.


તો ચાલો તમને જણાવું કે 1975ના વર્લ્ડ કપથી અત્યાર સુધીના વર્લ્ડ કપમાં કેટલી સિક્સર ફરકારી છે. 1975માં 28 છગ્ગા, 1979માં 28 છગ્ગા, 1983માં 77 છગ્ગા, 1987માં 126 છગ્ગા, 1992માં 93 છગ્ગા, 1996માં 148 છગ્ગા, 1999માં 153 છગ્ગા, 2003માં 266 છગ્ગા, 2007માં 373 છગ્ગા, 2011માં 258 છગ્ગા, 2015માં 463 છગ્ગા અને 2019માં 357 છગ્ગા ફટકારવામાં આવ્યા છે.


નોંધનીય છે કે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ હાલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે છે, જેણે અત્યાર સુધી 8 મેચમાં 22 સિક્સર ફટકારી છે. તેમજ ડેવિડ વોર્નર સાત મેચમાં 20 છગ્ગા ફરકારીને બીજા સ્થાને અને પાકિસ્તાનના ફખર ઝમાન અને દક્ષિણ આફ્રિકાના ક્વિંટન ડીકોક 18-18 છગ્ગા ફટકારીને ત્રીજા સ્થાને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button