સ્પોર્ટસ

ક્રિકેટ વર્લ્ડ કપની વચ્ચે રાંચીમાં ‘હોકી ફીવર’, હજારો લોકો ભારતીય મહિલા ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા

રાંચી: ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, એમાં પણ ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે દરેક જગ્યાએ ક્રિકેટની જ ચર્ચાઓ ચાલી રહી છે. ગઈ કાલે લોકો ભારત અને સાઉથ આફ્રિકાનો મેચ જોઈ રહ્યા હતા ત્યારે ઝારખંડનું રાંચી શહેર હોકીના રંગે રંગાયેલું હતું.

રાંચી હાલમાં મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. ભારત અને જાપાન વચ્ચે ફાઈનલ મેચ જોવા રવિવારે માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ભારતીય મહિલા ટીમે અદભુત પ્રદર્શન કરીને જાપાનને 4-0થી હરાવ્યું હતું અને બીજી વાર આ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ ફાઈનલ મેચ માટે ચાહકોને સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ફાઈનલ પહેલા પણ ભારતીય મહિલા હોકી ટીમની દરેક મેચ દરમિયાન સ્ટેડિયમ દર્શકોથી ભરચક હતું. રવિવારે બપોરે સ્ટેડિયમની બહાર ચાહકોનો જમાવડો થઇ ગયો હતો. મેચ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જુઓ ત્યાં સુધી માત્ર લોકો જ દેખાતા હતા.

સ્ટેડિયમ ભરચક ભરાઈ ગયા પછી સ્ટેડીયમના દરવાજા બંધ કરવા પડ્યા હતા. તો પણ રસ્તાઓ પર ચાહકોની ભીડ જામી હતી. આ તમામ ચાહકોને સ્ટેડિયમની સામે આવેલા મુરાદાબાદી ગ્રાઉન્ડ પર જવા માટે કહેવામાં આવ્યું હતું જ્યાં મેચ બતાવવા માટે મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી. જે ફેન્સને એન્ટ્રી ન મળી હતી તે તમામ ફેન્સ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ બધું મેચ શરૂ થવાના ઘણા કલાકોની વાર હોવા છતાં લોકો ઉમટી પડ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button