નેશનલ

કેન્દ્ર સરકારે 22 ગેરકાયદે સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઈટ પર પ્રતિબંધ મુક્યો

નવી દિલ્હી: મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ કૌભાંડ મામલે તપાસ એન્જસીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કેન્દ્ર સરકારે રવિવારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ સહિત 22 ગેરકાયદેસર એપ અને વેબસાઈટ બ્લોક કરવાનો આદેશ કર્યો હતો. સરકારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયએ મહાદેવ બેટિંગ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્સને બ્લોક કરવાના આદેશો આપ્યો છે.

નિવેદનમાં કેન્દ્ર સરકારે સરકારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મહાદેવ ગેરકાયદે સટ્ટાબાજી એપ સિન્ડિકેટ વિરુદ્ધ કરવામાં આવેલી તપાસ અને છત્તીસગઢમાં ત્યાર પછીના દરોડાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે છત્તીસગઢ સરકાર પાસે કલમ 69A આઈટી (ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) એક્ટ હેઠળ વેબસાઈટ/એપને બંધ કરવાની ભલામણ કરવાની સંપૂર્ણ સત્તા છે. છતાં તેમણે એવું કર્યું ન હતું અને રાજ્ય સરકાર દ્વારા આવી કોઈ વિનંતી કરવામાં આવી હતી. મંત્રાલયને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી એકમાત્ર વિનંતી મળી હતી અને જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી ઇડી મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરી ચૂકી છે. જેમાં બે સગા ભાઈઓ સુનીલ દમમાણી, અનિલ દમમાણી, છત્તીસગઢ પોલીસના એએસઆઈ ચંદ્રભૂષણ વર્મા અને સતીશ ચંદ્રાકરનો સમાવેશ થાય છે. મહાદેવ બેટિંગ એપ દુબઈમાં બબેઠેલા છત્તીસગઢના ભિલાઈના રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહી હતી. આ બંને મહાદેવ બેટિંગ એપના પ્રમોટર પણ હતા. મલેશિયા, થાઈલેન્ડ, ભારત અને યુએઈના મોટા શહેરોમાં કોલ સેન્ટર ખોલવામાં આવ્યા હતા. અલગ-અલગ સબસિડી એપ બનાવવામાં આવી હતી અને ઓનલાઈન સટ્ટાબાજી કરવામાં આવતી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button