મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
રાજુલાવાળા સ્વ. દમયંતીબેન હરીલાલ પરશોત્તમદાસ સંઘવીના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૮૫) તા. ૫-૧૧-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે કુસુમબેનના પતિ. દિપક, પ્રિતીના પિતા. પૂર્વી, તેજસના સસરા. સ્વ. શશીકાંતભાઇ, ચીમનભાઇ, સ્વ. રાજુભાઇ, મીનાક્ષીબેન, ચંદ્રિકાબેન, કુંદનબેન, ઉમાબેન, જયશ્રીબેનના ભાઇ. લાઠીવાળા ગીરધરલાલ મુળજીભાઇ વળિયાના જમાઇ. ડુંગરવાળા બાલુભાઇ ચત્રભુજ મહેતાના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૨૩ના મંગળવારના ૪થી ૬. ઠે. બાલાશ્રમ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એકસ્ટેનશન રોડ, કાંદિવલી (વેસ્ટ).

વિસલનગરા નાગર
વિસનગરના વતની, હાલ બોરીવલી ઉષાબેન દેવેશભાઇ જશવંતરાય વ્યાસ (ઉં. વ. ૭૭) તે સ્વ. જયોત્સનાબેન ધર્મેન્દ્ર પંડિત અને પ્રતિભાબેન માકઁડરાય વ્યાસના ભાભી. સતીષભાઇ, અજિતભાઇ અને નયનાબેનના બેન. મેહુલ-નીરલ અને ભીષ્મા-રાજેશના માતુશ્રી. હેમાંગ-હેમીષા, મીનલ-સમીર, કાલિન્દી-રાહુલ, હેતલ-દિપક અને હેમાલી-તર્પણના મોટી મમ્મી. તથા જવલ, પાર્થ, સાન્વી, ધ્રુવ, ક્રિશા, વલ્લવી, કાવ્યા, યશ, વ્રજેશ અને આન્યાના દાદી. તા. ૪-૧૧-૨૩ના શનિવારના હાટકેશ શરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૨૩ના સોમવારે સાંજે ૪ થી ૬. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (પશ્ર્ચિમ).

ખંભાતના મોઢ વણિક
ખંભાતના સ્વ હરેશભાઈ હસમુખલાલ ઝવેરીના ધર્મપત્ની ઇંદિરા (ઉ વર્ષ ૭૭) ૧/૧૧/૨૩ બુધવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તે કામિની સામાની, રાજેશ,તેજસના માતા, સુનીલ સામાની, મોના, બીજલના સાસુ, ચાર્મી જવેરી, મલ્લિકાના દાદી, અમન સામાની, જય સામાનીના નાની, માલવ જાવેરીના પૌત્ર સાસુ, અને બેનાઝ સામાનીના પૌત્રી સાસુ હતા. લોકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ લોહાણા
મૂળગામ કુતિયાણા નિવાસી હાલ ભીવંડી સુરત શારદાબેન તથા અજિત વિઠ્ઠલદાસ રાયચુરાના પુત્ર મિત્તલ (ઉમર:૩૬) તે સુસ્મિતાબેનના પતિ, આશિષ, અમિત, કેતન, રાજેશ, મનીષ, હરેશ, હેમેન્દ્રના ભાઈ, રીયા તથા સોનાલિના દિયર, સ્વ. નર્મદાબેન તથા સ્વ. વલ્લભદાસ વૃંદાવનદાસ કક્કડ જૂનાગઢના દોહિત્ર.૩/૧૧/૨૩ ના રોજ શ્રીજી શરણ પામેલ છે. પ્રાર્થના સભા ૬/૧૧/૨૩ ના રોજ ૪ થી ૫.૩૦ કલાકે શ્રી જલારામ અન્ન ક્ષેત્ર હોલ વરાછા સુરત ખાતે રાખેલ છે.

કપોળ
ડુંગરવાળા હાલ કાંદિવલી સ્વ. રંજનબેન ભૂપતરાય મહેતાના સુપુત્ર કમલેશભાઇના ધર્મપત્ની સુધા (ઉં. વ. ૫૬) તા. ૪-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ધવલનાં માતુશ્રી. તે યજ્ઞેશભાઇ તથા પન્નાબેનના નાના ભાઇની પત્ની. તે સંગીતાબેનના ભાભી. પીયર પક્ષે દાવડવાળા સ્વ. શાંતાબેન ભોગીલાલ શાહની સુપુત્રી. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૨૩ના ૫થી ૭. ઠે. શ્રી શ્યામ સત્સંગ ભવન, મહાવીર નગર સામે, એકતા નગર, શ્યામજી બાપુ માર્ગ, લિંક રોડ, કાંદિવલી (વેસ્ટ).

ચરોતર રૂખી સમાજ
ગામ ફેણાય હાલ મુલુંડ બોરીવલીના સ્વ. હીરાબેન રમેશભાઇ સોલંકી (ઉં. વ. ૮૯) તા. ૨-૧૧-૨૩ ગુરુવારના રામશરણ (દેવલોક) પામેલ છે. પુષ્પા, સંધ્યા, વર્ષા, પરેશની માતા. વંદનાની સાસુ. હેમાંશુની દાદી. મોનીકાના દાદીસાસુ. રામચંદ્ર, નીતીન, શશીકાંતના જમાઇ. પ્રાર્થના તેમના સુતક સુવાળા તા. ૬-૧૧-૨૩ના સોમવારે તેમના નિવાસ સ્થાને. ઠે. પ્લોટ નં.૧૧૪-૧૦૨, વિશ્ર્વકર્મા સોસાયટી, ગોરાઇ-૨ સામે નાલંદ કોલેજ બોરીવલી (પશ્ર્ચિમ), સાંજના ૫થી ૭.

વાયડા વણિક
અશ્ર્વિન જેઠાલાલ શાહ (વાયડા) (ઉં. વ.૬૭) તે જયશ્રીના પતિ. તે રોહન રોનકના પિતાશ્રી. તે સ્વ. જયાબેન જેઠાલાલના પુત્ર. તે રમેશભાઇ, સ્વ. હેમલતાબહેન રસીકલાલ (ચંપીબેન), સ્વ. બિપીન, સ્વ. ભરત, રજની, પ્રફુલ્લ, સ્વ. નિતીનના ભાઇ. તે જાનકી, પૂનમના સસરા. સ્વ. ઝવેરલાલ હીરજીના જમાઇ. તા. ૪-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૨૩ના સોમવારના રાખેલ છે. સાંજે: ૪થી ૬. ઠે. મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, ડમ્પીંગ રોડ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ).

વિસાનાગર વણિક
ઊંઝા નિવાસી હાલ પૂના કુંદનબેન (ઉ.વ. ૮૭) તે સ્વ. કિરીટકુમાર મથુરદાસ મહેતાના પત્ની.તે ચંપકલાલ વ્રજલાલ ગાંધીના દીકરી. તે ગીતાબેન, નિખીલભાઇ, નિકિતાબેન, નીતાબેનના માતુશ્રી. તે હરેશકુમાર, મીનાબેન, ચિરાગકુમાર, અતુલકુમારના સાસુ. તે પ્રણિતના દાદી. તા. ૩-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૨૩ના સોમવારના પરમાર હોલ, આર.સી. એમ. હાઇસ્કૂલ, કસબા પેઠ, પુણે, સાંજે ૫થી ૭.

હાલાઇ લોહાણા
મુંબઇ નિવાસી હાલ પવઇ સ્વ. મુલચંદભાઇ અને સ્વ. શાંતાબેન નાગ્રેચાના પુત્ર જયંતીલાલ (ઉં. વ. ૮૦) શનિવારના તા. ૪-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સુરૈયાબેનના પતિ. મેહુલ તથા નિરજના પિતા. તે સુનાલી, અમિના સસરા. તે સાહિલ, યશીના દાદા. તે સ્વ. રમણીકલાલ, સ્વ. મંજુલાબેન, સ્વ. હંસાબેન, સ્વ. મૃદુલાબેન, કિશનભાઇના ભાઇ. તે સ્વ. પ્રભુદાસ અને માણેકબેન ખખ્ખરના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લુહાર સુથાર
ગામ પાલિતાણા સ્વ.શાંતાબેન મનજીભાઇ ચુડાસમાના પુત્ર સ્વ. જવાહરભાઇ મનજીભાઇ ચૂડાસમા (ઉં. વ. ૭૩) તા. ૪-૧૧-૨૩ના રામશરણ પામેલ છે. તે દક્ષાબહેન જવાહરભાઇ ચુડાસમાના પતિ. તે કુણાલ, જતીન, ચેતના શૈલેશ કવા, ડિમ્પલ હસમુખ દાવડા, આરતી પરેશ ડોડિયાના પિતા. સ્વ. જશુબેન નારણદાસ ચૌહાણ, પુષ્પાબેન દીપક મકવાણા, નિર્મલાબહેન શાંતિલાલ મકવાણા, સ્વ. ભરતભાઇ, ચંદ્રકાન્તભાઇના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૨૩ના સોમવારે સાંજે ૩થી ૫. ઠે.શિવમ વિહાર, આદર્શ નગર પાછળ, ઉમરગામ (પૂર્વ) ગુજરાત ખાતે રાખેલ છે.

હાલાઇ ભાટીયા
પ્રીતી પ્રમેશ સંપટ (ઉં. વ. ૭૩) (દેવા ભાણજીવાળા) હાલ વાશી સ્વ. તારાબેન દ્વારકાદાસ સંપટના પુત્રવધૂ. ચિ. કિશોર, દેવાંગના માતા. ગં. સ્વ. શીલા વિજય, ગં. સ્વ. સરલા સુરેશના જેઠાણી. સ્વ. ભાનુમતી લક્ષ્મીદાસ રામૈયાના પુત્રી. ગં. સ્વ. નલીની કિશોર ટોપરાણી, હંસરાજભાઇ તથા જગદીશભાઇના બહેન. શનિવાર તા. ૪-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવારે, ૪-૩૦થી૬. ઠે. બાલકનજી બારી, રાજાવાડી મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ લોહાણા
ભારતીબેન (પ્રફુલાબેન) કેશવલાલ ઉનડકટ (ઉં. વ. ૭૬) તે સ્વ. કેશવલાલ મગનલાલ ઉનડકટ (કરાચીવાળા) ના ધર્મપત્ની. શનિવાર તા. ૪-૧૧-૨૩ના ઘાટકોપર, મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયાબેન અમૃતલાલ જૂઠાલાલ સેજપાલ (રાયપુર)ના પુત્રી. તે નીના, કલ્પના, નિશિતા ચંદ્રેશ રૂપારેલના માતા. તે સ્વ.ઇન્દુબેન લલિતકુમાર, ડો.મુકેશ અમૃતલાલ, વિજય અમૃતલાલ, જયોતિબેન દીપકકુમારના બહેન. તે ડો. મીનાબેન તથા પ્રીતીબેનના નણંદ. તે જીયા,વિર રૂપારેલના નાની. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૬-૧૧-૨૩ના સરિતા પાર્ક, સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ),૪થી ૬.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત