આપણું ગુજરાત

મહારાષ્ટ્રથી ગુજરાતમાં કેશવાનથી દારૂની હેરાફેરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી કરોડો રૂપિયાની દારૂની હેરાફેરી ચાલતી હોય છે. ગુજરાતમાં દારૂ ઘૂસડવા માટે બૂટલેગરો અવનવા અખતરા કરે છે. અગાઉ એમ્બ્યુલન્સથી દારૂની ખેપ મારવાના અનેક કિસ્સા બહાર આવ્યાં હતા. હવે કેશવાનમાં પણ દારૂની ખેપ શરૂ થઇ છે. વલસાડમાં મહારાષ્ટ્રથી દારૂ લઇને આવતી કેશવાન પોલીસે પકડી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર વલસાડના પારડીમાં પોલીસે રોકડા રૂપિયાની ડિલિવરી કરતી કેશવાનમાં રૂપિયાને બદલે લાખોનો દારૂ ભરેલો ઝડપી પાડયો હતો. એક આરોપીની પણ ધરપકડ કરી હતી. પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની એક રૂપિયા ભરવાની કેશવાન ત્યાંથી પસાર થઈ રહી હતી. કેશવાનમાં પાછળ લોક લગાવેલું હતું. જોકે પોલીસને શંકા જતા પોલીસે આ કેશવાનને થોભાવી તાળું ખોલતાં રૂપિયાને બદલે મોટી માત્રામાં દારૂ ભરેલો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે આ કેશવાન અને લાખોના દારૂ સાથે કેશવાનના ચાલક શૈતાન રામ બિશનોઈની ધરપકડ કરી હતી. જ્યારે પવન બિશનોઈ, અવિનાશ ભવરલાલ અને કુસુમ નામના અન્ય ત્રણ આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. દારૂના ધંધામાં મોટી કમાણી હોવાથી પોલીસની નજરથી બચવા બૂટલેગરો દારૂની હેરાફેરી કરવા અવનવા કીમિયા અજમાવતા હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…