ઉત્તમ અને અસાધારણ મિઝોરમનું નિર્માણ કરવા ભાજપ પ્રતિબદ્ધ: મોદી
ઐઝવાલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીગ્રસ્ત મિઝોરમ માટે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંદેશો મોકલ્યો હતો જેમાં તેમણે મિઝોરમને ઉત્તમ અને અસાધારણ બનાવવા સ્થાનિક લોકોના ટેકા, આશીર્વાદ અને સહકારની માગણી કરી હતી.
ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મિઝોરમના લોકોને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે મિઝોરમના રેલવે, આરોગ્ય અને રમતગમત સહિતના ક્ષેત્રની વિવિધ માળખાકીય સુવિધાઓ સુધારવા પગલાં લીધા છે.
મિઝોરમના લોકોને પોતાના પરિવારજનો લેખાવતા મોદીએ કહ્યું હતું કે રાજ્યના ઉષ્માભર્યા લોકો સાથે વાતચીત કરવી એ મારા માટે કાયમ આનંદની બાબત હોય છે.
તમારી મહેચ્છાઓ, સપનાઓ અને જરૂરિયાતો પૂરી કરવા જેવી બાબતોને અમે વધારે મહત્ત્વ આપીએ છીએ, એમ મોદીએ કહ્યું હતું.
મને ખાતરી છે કે મિઝોરમને ઉત્તમ અને અસાધારણ બનાવવા અમને તમારો ટેકો અને આશીર્વાદ મળશે, એમ તેમણે કહ્યું હતું.
૪૦ બેઠક ધરાવતી મિઝોરમ વિધાનસભાની
ચૂંટણી સાત નવેમ્બરે યોજાશે અને ત્રણ ડિસેમ્બરે મતગણતરી થશે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર એમ કહીને પ્રહાર કર્યા હતા કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના બે વરિષ્ઠ નેતા તેમના પુત્રને આગળ વધારવા અને પક્ષના રાજ્ય એકમ પર કબજો મેળવવા ઝઘડી
રહ્યા છે. મધ્ય પ્રદેશમાં ૧૭ નવેમ્બરે ચૂંટણી
યોજાવાની છે. (એજન્સી)