ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
સ્વામી વિવેકાનંદ પ્રાર્થના સમાજ
રાજા રામમોહન રોય વિધવા પુનર્લગ્ન કાયદો
ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર રામકૃષ્ણ મિશન
મહાદેવ ગોવિંદ રાનડે આર્ય સમાજ
સ્વામી દયાનંદ સરસ્વતી બ્રહ્મો સમાજ

ઓળખાણ પડી?
પુરોગામી વિચારધારા માંડનારા મરાઠી ભાષાના લેખક, વિચારક અને સમાજ સુધારકની ઓળખાણ પડી? તેમણે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
અ) વિનોબા ભાવે બ) જ્યોતિબા ફૂલે ક) લોકમાન્ય ટિળક ડ) મહર્ષિ કર્વે

ગુજરાત મોરી મોરી રે
વન ભ્રમણ દરમિયાન પાંડવો અને કુંતી માતાએ શિવ પૂજાનું વ્રત હોવાથી બાજોટ ઉપર શિવલિંગની સ્થાપના કરી હોવાથી જગ્યાનું નામ બાજોઠીયા મહાદેવ પડ્યું એ કયા શહેરમાં છે?
અ) લીમખેડા બ) પાલનપુર
ક) દ્વારકા ડ) વડનગર

માતૃભાષાની મહેક
સંધિ અને સમાસ આમ તો સરખા જ છે, પણ સંધિમાં અક્ષરોનો વિચાર થાય છે, જ્યારે સમાસમાં શબ્દોનો વિચાર થાય છે. સમાસ એટલે બે અથવા બેથી વધુ શબ્દનો એક જ શબ્દમાં સમાવેશ. જેમ કે રાજાનો અને મહેલ એ બે શબ્દોને જોડી એક શબ્દ રાજમહેલ બને ત્યારે સમાસ થાય છે. રાજમહેલ શબ્દનું રાજાનો અને મહેલ એમ બે શબ્દોમાં વિભાજન કરીએ તેને વિગ્રહ કહેવાય.

ઈર્શાદ
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે,
સંજોગ ઝૂકાવે છે નહીંતર કોણ ખુદાને પૂછે છે.
— કૈલાસ પંડિત

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘આ ધારામાં વહેવું ઘણું આકરું છે’
પંક્તિમાં આકરું શબ્દનો અર્થ શું થાય છે એ જણાવો.
અ) આબરૂ બ) આસાન ક) અઘરું ડ) આળસુ

માઈન્ડ ગેમ
ગંગાસતીની અમર રચનામાં ખૂટતો શબ્દ ઉમેરો:
——- તો ડગે પણ જેનાં મન નવ ડગે, ભલે ભાંગી પડે ભરમાંડ રે, વિપત પડે પણ વણસે નહીં, સોહી હરિજનનાં પરમાણ રે.
અ) મન બ) આસ્થા ક) ધરતી ડ) મેરુ

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
શસ્ત્રપૂજા વિજયાદશમી
વટસાવિત્રી પૂજા જેઠ સુદ પૂનમ
લક્ષ્મી પૂજન આસો વદ અમાસ
સૂર્ય પૂજા પોષ મહિનો
શ્રાદ્ધ પૂજા ભાદરવો મહિનો

ગુજરાત મોરી મોરી રે
મહેસાણા

ઓળખાણ પડી?
પોરબંદર

માઈન્ડ ગેમ
દયારામ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
મિત્ર

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવનણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) ભારતી બુચ (૯) નિતીન બજરિયા (૧૦) હર્ષા મહેતા (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીશી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજિતા ખોના (૧૫) મીનળ કાપડિયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) મહેશ સંઘવી (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) નંદકિશોર સંજાણવાળા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) સુરેખા દેસાઈ (૨૯) મહેશ દોશી (૩૦) અરવિંદ કામદાર (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) વિણા સંપટ (૩૩) કલ્પના આશર (૩૪) નીતા દેસાઈ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) રમેશ દલાલ (૩૭) હિના દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) દિલીપ પરીખ (૪૦) જગદીશ ઠક્કર (૪૧) શિલ્પા શ્રોફ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) તાહેર ઔરંગાબાદવાલા (૪૫) શીરીન ઔરંગાબાદવાલા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button