સ્પોર્ટસ

વેસ્ટ ઇન્ડિઝની ટીમમાંથી આવ્યા બેડ ન્યૂઝઃ આ બોલરે કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર સુનીલ નરેને 5 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નરેને વેસ્ટ ઈન્ડિઝ માટે 65 વન-ડે, 51 ટી-20 અને 6 ટેસ્ટ મેચ રમી અને તમામ ફોર્મેટમાં કુલ 165 વિકેટ લીધી હતી.

35 વર્ષીય ખેલાડી વેસ્ટ ઈન્ડિઝની 2012 ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ એક ભાગ હતો.વેસ્ટ ઈન્ડિઝના સ્પિન બોલર સુનીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. નરેન લાંબા સમયથી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાંથી બહાર હતો.

ઇન્સ્ટાગ્રામ પર તેની નિવૃત્તિની જાહેરાત કરતા નરેને લખ્યું હતું કે મારા તમામ ચાહકો, સહકાર્યકરો અને પ્રિયજનોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મારી નિવૃત્તિ અંગેનો એક પત્ર. હંમેશા આભારી નરેને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 4 વર્ષ પહેલા ઓગસ્ટ 2019માં ભારત સામેની ટી-20 મેચમાં રમી હતી.

નરેને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું હતું મને વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમ્યાને 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ આજે હું ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું.

હું ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ, કોચિંગ સ્ટાફ, જુસ્સાદાર વેસ્ટ ઈન્ડિઝના ચાહકો અને અલબત્ત મારા સાથી ખેલાડીઓનો આભાર માનું છું કે જેમણે મને તમામ ફોર્મેટમાં સર્વોચ્ચ સ્તરે રમવા માટે સક્ષમ બનાવ્યું અને કેટલીક યાદગાર સફળતાઓ મેળવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button