આમચી મુંબઈ

મધ્ય રેલવેના વ્યસ્ત રેલવે સ્ટેશનને મળ્યો વધુ એક એફઓબી, પ્રવાસીઓને રાહત

મુંબઈ: મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશન અને હાર્બર લાઈનને જોડતા કુર્લા રેલવે સ્ટેશન વધુ એક નવા ફૂટઓવર બ્રિજ (એફઓબી)નું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આ પુલને શનિવારે પ્રવાસીઓની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુલના ઉદ્ઘાટન સાથે કુર્લા રેલવે સ્ટેશનના પુલની સંખ્યા છ પહોચી ગઈ છે, જ્યારે સ્ટેશન પર અવરજવર કરનારા પ્રવાસીઓને રાહત થશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

અંદાજે 10.62 કરોડના ખર્ચે બંધવામાં આવેલો આ નવ પુલ આઠ મીટર પહોળો અને 79.85 મીટરની લાંબો છે જેમાં કુલ 44 કૉલમ અને ચાર સ્પાન બેસાડવામાં આવ્યા છે. આ પુલ પર જવા માટે પાંચ દાદરા (સીડી) બનાવવામાં આવ્યા છે.

પહેલી સીડી સીએસએમટીના છેડે પશ્ચિમ બાજુએ પ્લેટફોર્મ નંબર 1 પર, બીજી સીડી કલ્યાણ છેડે પ્લેટફોર્મ નંબર 1A/2 પર બેસાડવામાં આવી છે. ત્રીજી સીડી કલ્યાણના છેડે પ્લેટફોર્મ નંબર 3/4 અને ચોથી સીડી પ્લેટફોર્મ નંબર 5/6 પર અને પાંચમી સીડી કલ્યાણના છેડે પ્લેટફોર્મ નંબર 7/8 પર બેસાડવામાં આવી છે જે પ્રવાસીઓને સેવા પૂરી પાડશે.

આ પુલ સાથે 13.61 x 4.00 મીટરના સ્કાય વૉક પણ બાંધવામાં આવ્યો છે, જેથી સ્ટેશનની બહારથી આવતા પ્રવાસીઓને ફૂટઓવર બ્રિજ સાથે જોડવામાં મદદ કરશે. સ્ટેશનની બહાર અને સ્ટેશન પર થતી ભીડને દૂર કરવામાં આ પુલ મદદરૂપ સાબિત થશે.

મધ્ય રેલવે દ્વારા પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પુલ પરથી અવરજવર કરનારા પ્રવાસીઓને સુવિધા સુવ્યવસ્થિત કરશે અને કુર્લા સ્ટેશન પરની મુસાફરીને વધુ અનુકૂળ અને કાર્યક્ષમ બનાવશે, એમ મધ્ય રેલ્વેના અધિકારી જણાવ્યુ હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button