સચિને આ ખાસ અંદાજમાં કિંગ કોહલીને આપી શુભેચ્છા…
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ આજે કોલકતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે સાઉથ આફ્રિકા સામે મેચ રમતી વખતે એક વિક્રમ પોતાના નામે કર્યો હતો અને તેણે સેન્ચ્યુરી ફટકારવાની બાબતમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. આ મેચમાં વિરાટે 49મી સેન્ચ્યુરી ફટકારી હતી અને મહત્ત્વની વાત તો એ હતી કે પોતાના જન્મદિવસે વિરાટે આ વિક્રમ કર્યો હતો. હવે માસ્ટર બ્લાસ્ટર સચિને ખાસ અંદાજમાં વિરાટને તેના આ પરાક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી.
વિરાટના વિક્રમ બાદ ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતા સચિને ખાસ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વિરાટના વખાણ કરતાં જણાવ્યું હતું કે મને આ વર્ષે 49થી 50 પર આવતા 365 દિવસ લાગ્યા હતા, પરંતુ તુ 49થી 50 પર ટૂંક સમયમાં જ પહોંચે એવી શુભેચ્છા. આગામી કેટલાક દિવસમાં જ તું મારો આ વિક્રમ બ્રેક કરશે એવી શુભેચ્છા. તું સારું રમ્યો…
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે સચિન તેંડુલકર 50 વર્ષનો થયો હતો અને 24મી એપ્રિલના તેણે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો. પરંતુ આ સંદર્ભે સચિને જણાવ્યું હતું કે મને 49માંથી 50 સુધી પહોંચવા માટે 365 દિવસ લાગ્યા હતા, પરંતુ તું થોડાક દિવસમાં 50 સુધી પહોંચી જા. સચિને વિરાટને ખોબલે ખોબલે શુભેચ્છાઓ આરી હતી અને જલદીમાં જલદી જ તેનો વિક્રમ તોડવા પ્રોત્સાહન આપ્યું હતું.
સાઉથ આફ્રિકા સામે પહેલાં બેટિંગ કરીને ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. ભારતે 50 ઓવરમાં 326 રન કર્યા હતા અને ભારતના આ સ્કોરમાં વિરાટની સેન્ચ્યુરીનું મોટું યોગદાન રહ્યું હતું. વિરાટે 101 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. આજે 49મી સદી ફટકારીને વિરાટે વિક્રમ પોતાના નામે નોંધ્યો હતો.