IPL 2024નેશનલસ્પોર્ટસ

આજે સાઉથ આફ્રિકા સામે મેચ નહીં હારે ટીમ ઈન્ડિયા, આ છે ખાસ કારણ…

કોલકતાઃ ટીમ ઈન્ડિયા આજે સાઉથ આફ્રિકા સામે મેચ રમી રહી છે અને આ મેચ પર આજે કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર ટકેલી છે. પરંતુ હવે આ મેચને લઈને એક ખાસ અને ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે અને આ માહિતીનું કનેક્શન ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેના જન્મદિવસ અને ટીમ ઈન્ડિયાની વિક્ટરી સાથે છે.

કોલકતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી મેચને લઈને એવી માહિતી જાણવા મળી રહી છે કે ટીમ ઈન્ડિયા આ મેચ જિતી જશે અને એનું કારણ છે કિંગ કોહલી અને એનો જન્મદિવસ. વાત જાણે એમ છે કે કિંગ કોહલીનો આજે જન્મદિવસ છે અને અત્યાર સુધીનો રેકોર્ડ જોતાં એવું લાગી રહ્યું છે કે આજે ટીમ ઈન્ડિયાની જીત જ થશે.

કોહલીના કરિયરમાં આ ત્રીજી વખત થવા જઈ રહ્યું છે તે તેના જન્મદિવસે મેચ રમી રહ્યો છે. આ પહેલાં પણ તે બે વખત તેના જન્મદિવસે મેચ રમ્યો હતો અને એ દિવસે ટીમ ઈન્ડિયા મેચ જિતી હતી. ટૂંકમાં કહેવાનું થાય તો કિંગ કોહલી પોતાના જન્મદિવસે મેચ રમતો હોય અને ટીમ ઈન્ડિયા હારે એ શક્ય જ નથી.

આ પહેલાં 2015માં કોહલીએ પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે જ રમ્યો હતો અને એ મેચ ટીમ ઈન્ડિયા 108 રનથી જીત્યું હતું. 2021માં ટીમ ઈન્ડિયા T-20 વર્લ્ડકપમાં રમવા માટે ઉતરી હતી અને એ સમયે વિરાટ કોહલીનો જન્મદિવસ હતો અને ટીમ ઈન્ડિયા એ મેચમાં પણ જીત હાંસિલ કરી હતી.

જોકે, આપણે વિચારીએ છીએ એટલું સરળ નહીં હોય ટીમ ઈન્ડિયા માટે જીતનો રસ્તો કારણ કે અત્યારની સાઉથ આફ્રિકાની ટીમ જે રીતે ફોર્મમાં રમી રહી છે એટલે ટીમ ઈન્ડિયા માટે તે એક મોટો પડકારરૂપ તો સાબિત થશે જ. જોઈએ હવે કિંગ કોહલીનો બર્થડે મેજિક આજે કામ આવે છે કે નહીં?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button