મોહિત કંબોજ સામેનો છેતરપિંડી કેસ બંધ કરવા માટેનો સીબીઆઈનો અહેવાલ કોર્ટે ફગાવ્યો
મુંબઈ: છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજથી સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયાને 103 કરોડ રૂપિયાના ખાડામાં ઉતારી દેનાર ભારતીય જનતા પક્ષના નેતા મોહિત કંબોજ અને અન્યો સામેનો કેસ બંધ કરવા અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા રજૂ કરવામાં આવેલો અહેવાલ મુંબઈની અદાલતે ફગાવી દીધો છે. 23 ઑક્ટોબરે આપેલા આદેશમાં વધારાના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટે્રટ જયવંત યાદવે નોંધ્યું છે કે ગુનાઇત કાવતરું, છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજનો કેસ સર્વ આરોપીઓ વિરુદ્ધ બને છે. આ આદેશની નકલ શનિવારે ઉપલબ્ધ થઈ હતી.
અદાલત દ્વારા જણાવવામાં આવ્યું છે કે `ભારતીય દંડ સહિતા (કાવતં, છેતરપિંડી બનાવટી દસ્તાવેજ)ની કલમો 120 (બી), 417, 420, 467, 468 અને 471 હેઠળ સજાપાત્ર ગુના થયા હોવાનું પ્રથમદર્શી રીતે સિદ્ધ થાય છે, પણ તપાસ પૂરતી નથી કરવામાં આવી, અધૂરી છે. રાષ્ટ્રીયકૃત બૅન્ક (સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા) સાથે છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજની મદદથી જનતાના કરોડો રૂપિયાનો ગેરવ્યવહાર થયો હોવાથી ગુનેગાર સામે કામ ચાલવું જોઈએ.’ સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ વધુ તપાસના નિર્દેશ સાથે ફગાવી દેવા પાત્ર છે એમ અદાલતે નોંધ્યું છે. વધુ વ્યવસ્થિત રિપોર્ટ જારી કરવાની જરૂરિયાત પર અદાલતે ભાર મૂક્યો હતો. (પીટીઆઈ) ઉ