ધૂળ પર નિયંત્રણ લાવવા સુધરાઈ ભાડા પર લેશે `એન્ટિ સ્મોગ મશીન’
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની હવામાં ધૂળનું પ્રમાણ વધી રહ્યું હોવાથી પ્રદૂષિત હવાને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ વિવિધ યોજના અમલમાં મૂકી છે, તેના ભાગરૂપે પાલિકા તરફથી 30 એન્ટી સ્મોગ મશીન'ની ખરીદી કરવાની છે, પરંતુ તે જ્યાં સુધી હાથમાં આવે નહીં ત્યાં સુધી 24 વોર્ડ માટે તાત્પૂરતા સમય માટે ભાડા પર
એન્ટી સ્મોગ મશીન’ લેવામાં આવવાના છે.
મુંબઈની હવામાં રહેલી ધૂળનું પ્રમાણ નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ ગાઈડલાઈન બહાર પાડી છે, તેમાં એન્ટી સ્મોગ મશીન'ચાલુ કરવા પર પણ ભાર આપવામાં આવ્યો છે. તેમ જ દરેક ક્નસ્ટ્રક્શન સાઈટ પર આગામી 15 દિવસમાં
એન્ટી સ્મોગ મશીન’ બેસાડવાનો પણ નિર્દેશ આપ્યો છે. તે મુજબ પાલિકાએ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ગોઠવી શકાય તે માટે 30 એન્ટી સ્મોગ મશીન' ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેના જણાવ્યા મુજબ
એન્ટી સ્મોગ મશીન’ની ખરીદીને લગતી ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. પરંતુ વર્કઓર્ડર બહાર પાડ્યા બાદ 180 દિવસની અંદર એટલે કે લગભગ અઢીથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. આ દરમિયાન વાતાવરણમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કાયમી સ્વરૂપે મશીન તાબામાં આવતા નથી ત્યાં સુધી ભાડા પર એન્ટી સ્મોગ મશીન' લઈને તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ 24 વોર્ડ માટે 24
એન્ટી સ્મોગ મશીન’ લેવામાં આવવાના છે.
નોંધનીય છે કે મુંબઈમાં લાંબા સમયથી વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે અને હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ પણ સતત જોખમી સ્તરે નોંધાઈ રહ્યો છે. શનિવારે મુંબઈનો એક્યુયાઈ 156 જેટલો ઊંચો નોંધાયો હતો. તો દક્ષિણ મુંબઈના કોલાબામાં વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર ઊંચું રહ્યું હોઈ દિવસ દરમિયાન એક્યુઆઈ 223 જેટલો નોંધાયો હતો. મઝગાંવમાં 161, મલાડમાં 115 તો બોરીવલીમાં 135 રહ્યો હતો.ઉ