આમચી મુંબઈ

ફેરિયાઓ પર કાર્યવાહી કરવા મધ્ય રેલવેએ જારી કર્યો વોટ્સએપ નંબર

મુંબઈ: રેલ્વેની ટિકિટ બારી પર ઊભેલા દલાલોને અટકાવવા સાથેજ સ્ટેશન પરિસરની આસપાસના ફેરીવાળાને હટાવવા મધ્ય રેલવે દ્વારા નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ મધ્ય રેલવે વિભાગ દ્વારા 9004442933 વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે. રેલવેની ટિકિટ બારી નજીક કે ટિકિટની લાઇનમાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેનો ફોટો કિલક કરી ઉપર આપેલા નંબર પર મોકલી રેલવે સુરક્ષા દળ દ્વારા તે મામલે કાર્યવાહી કરવામાં આવશે.
દિવાળી નજીક હોવાથી મધ્ય રેલવે દ્વારા છત્રપતિ શિવજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) લોકમાન્ય તિલક ટર્મિનસ (એલએમટી)થી 70 થી વધારે ખાસ એક્સપ્રેસ ટે્રનો ચલાવવામાં આવી રહી છે. દિવાળીની છુટ્ટીમાં આરક્ષિત ટિકિટો માટે વધારે દલાલને વધારે પૈસા પણ ચૂકવવામાં આવે છે. આ પ્રકાર બંધ કરવા માટે ટિકિટ બારી પર ઊભેલા દલાલોને રોકવા આ પગલાં લેવામાં આવ્યા છે.
મધ્ય રેલવેના મુંબઈ વિભાગ દ્વારા આ વર્ષે 110 ટિકિટ બારી અને કર્મચારીઓની શિફ્ટને વધારવાનું નક્કી કર્યું છે જેથી 803 અનારક્ષિત ટિકિટ બારી પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.
સીએસએમટી, એલએમટી, થાણે, કલ્યાણ જેવા સ્ટેશનો પર ચોવીસ કલાક સેવાઓ શરૂ રાખવામા આવશે. કોઈપણ ટિકિટ બારીને અધિકારીની પરવાનગી સિવાય બંધ કરવામાં આવશે નહીં આવો આદેશ રેલવે દ્વારા જારી કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર માહિનામાં મુંબઈની આસપાસના વિસ્તારોમાં 11 દલાલો અને 80 ફેરીવાળા પર કાર્યવાહી કરવામાં આવી છે એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી છે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત