ઉત્સવ

કચ્છનો પહેલો અન્નકૂટ ઉત્સવ સાંખ્યયોગી લાધીબાઇએ ઉજવ્યો

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

ગુજરાતી નૂતન વર્ષ બેસવાને બસ જુજ દિવસો બાકી છે. શુભ દિવસોમાં સ્વામિનારાયણ મંદિર તથા અન્ય મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ ધામધૂમથી ઉજવાતો હોય છે. મને તો યાદ આવે છે કચ્છનો પ્રથમ અન્નકૂટ મહોત્સવ અને લાધીબાઈ જેમણે આ ઉજવણી ભુજ ખાતે સંવત ૧૮૬૨માં કરી હતી. ભગવાન સ્વામિનારાયણે સમાજ સુધારણા અર્થે ઘણી લીલાઓ આ લાધીબાઇને સાથે રાખીને કરી હતી.
ઓગણીસમી સધીજો હી ભારે કપરો કાડ઼ વો ક, જડ઼ે સ્ત્રીમાત્રકે હિકડ઼ી મામૂલી વાપરેજી ચીજનું વિશેષ કીં પ ગણતરીમેં ગનીંધા ન વા. સમગ્ર હિન્દુ સમાજમેં ક્રૂર કુરિવાજ પિંઢજે મૂરકે ધરબી વિઠલ વા. ધીરું કે દૂધપીતી કરેજો કુરિવાજ, સતીપ્રિથા, કારો કપરો વિધવાપણો, બાઇયેંજા ભણતરતે પ્રતિબંધ, ડેજ પ્રથા, ક્ધયાવિક્રય – હી મિડ઼ે સામાજિક તીં માનસિક અન્યાયી પ્રિથાએંજે લીધે બાઇયેંજે હયાતીજો પ્રિશ્ર્ન ચારે કોરાનું ન્યારેલા મિલંધો વો. જુકો ઇનીજી પ્રગતિમેં રોડ઼ો વજીંધલ સાબિત થ્યા તે, પ હી બાઇયું પિંઢ પણ પિંઢજો અન્યાય કરેમેં પૂંઠીયા નાય રિઇયું ક જિત ધી જો જનમ થીંધે પરિવાર ભેરી સાથ ડિનેમેં ઉભઇ રિઇ વેંધી હુઇયું. ભાઇમાડૂ ત બાઇયેંજા ધુસમણ ભનીને પરિવારમેં જનમનું કરેને વીયાં તીં જીયણજે છેલ્લે ટાણે તંઇ ધુસમણ ભની રોંધાવા. નોં વે ક ધી; ઇનીકે કીં પ ફેર ન પોંધો હો. બાઇયું ભણલ ન ખપે, બાઇ કે બારા નં કંઢણી, બાઇ જોરસે બોલી ન સગ઼ે, બાઇકે નિર્ણય ગ઼િનેજી છુટ ન મિલે; જેડ઼ીયું કિક મુસીબતુંજો સામનો હુન સમોમેં બાઇયું કરીંધીયું હુઇયું હિન વચમેં અપવાદ રૂપ પુરુષ તીં નારીરતન થિઇ વ્યા જુકો સમાજમેં હિન અન્યાય કે તોડ઼ેજો પ્રિયત્ન ક્યો હો. લાધીબાઈ જેડ઼ા કોક સ્ત્રીરતન જુકો સત્માર્ગ કે અપનાયો ને સમાજજી અખીયું ખોલેજા પ્રયત્ન ક્યા વા.

આ સમયે પુરાણીસ્વામી ધર્મનંદનસ્વામિનાં કથનો યાદ આવે છે કે, સમસ્યાની દિશામાં ઘેરાયેલા એ કાળમાં શ્રી સહજાનંદ સ્વામીનો અભિગમ પણ પૂર્ણત: હકારાત્મક હતો. તેમણે સંબંધિત લોકોને પોતાની રીતે સાચા માર્ગ તરફ વાળ્યા હતા. તેમણે સ્ત્રીના અપમાનિત અસ્તિત્વને અન્યાયના ઊંડા કૂવામાંથી ધરતી પર મુક્ત શ્ર્વાસ લેવડાવવાના સફળ પ્રયત્નો કર્યા. સ્ત્રીઓને સમાજમાં મહત્ત્વનું સ્થાન અપાવવા સાંપ્રદાયિક વ્યવસ્થા વિચારીને તેનું અમલીકરણ કરાવ્યું. એમના દ્વારા એક સુંદર વ્યવસ્થા પણ બહેનો માટે કરવામાં આવી હતી. સ્ત્રીઓ માટે અન્ય કોઈ મંદિરમાં ન જોવા મળે તેવી અલગ સગવડો ઊભી કરી. તેમના આવવા- જવાના માર્ગ જુદા રખાવ્યા. જે સ્ત્રીઓ ખાસ કરીને વૈધવ્યકાળ વિતાવતી હોય તેને સુખેથી ભગવાનનું ભજન કરતાં ધર્મના આશ્રય હેઠળ, તેમની મર્યાદા સચવાઈ રહે. તેમના ધર્મમાં કોઈ સમસ્યા ન આવે. માત્ર સ્ત્રીઓ જ રહી શકે તેવાં મહિલા મંદિરોનું નિર્માણ કરાવ્યું. આ મંદિરોમાં ઠાકોરજીની સેવા પૂજા માત્ર સ્ત્રીઓ જ કરે. કથા વાર્તા, ધૂન્ય, કીર્તન પણ તેઓ જ કરે તેવી વ્યવસ્થા કરાવડાવી, પરિણામે ધર્મના માર્ગે ચાલવા માગતી સ્ત્રીઓને પોતાના અસ્તિત્વની એક નવી ઓળખાણ મળી. આ બહેનોને ‘સાંખ્યયોગી’ હોવાની ઓળખ મળી. સવાર-સાંજ આરતી, કથા, કીર્તન કરવાનાં હોવાથી આ પ્રવૃત્તિ માટે વાંચન-લેખનની જરૂરિયાત સમજાઈ. શ્રી સહજાનંદ સ્વામીનું આ સ્ત્રીપ્રધાન મંદિરોના નિર્માણનું પગલું એક ક્રાંતિકારી સોપાન હતું.

આ જ સંપ્રદાયના કચ્છના પ્રથમ સાંખ્યયોગી પૂ. લાધીબાઇ મહેતા હતાં જેમણે આધુનિક સમાજ માટે આધ્યાત્મિકતા અને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાયસ્થ નથુરામ મહેતાનાં ચાર સંતાનોમાં પુત્રી લાધીબાઇ અને બીજા ત્રણ પુત્રો નામે શિવરામ, નારાયણ અને હરજીવન હતા. ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનંદ સ્વામીએ કચ્છમાં કાયસ્થ શીવરામ મહેતાનાં ઘેર કાયસ્થ શેરીમાં જ ઉતારો રાખ્યો હતો. લાધીબાઈ ત્રણ વર્ષની ઉંમરે જ બાળવિધવા થયા હતા અને સંસારીક મોહ પ્રત્યે કોઈ રસ પહેલેથી ન હોવાથી તેમણે સાધ્વી તરીકેની દિક્ષા ગ્રહણ કરી આ સંપ્રદાયના પ્રથમ સાંખ્યયોગી બન્યાં હતાં તથા તેમના ભાઈ શિવરામ મહેતાએ ગૃહસ્થ હરિભકત તરીકેની કંઠી પહેરી હતી.

આજના આધુનિક સમાજમાં પણ વિધવા મહિલાઓ માટે અનેક મુશ્કેલીઓ અને સામાજિક બંધનો છે ત્યારે આજથી ૨૫૦ વર્ષ પહેલાંનું ભુજ અને તે સમયની સમાજની સંકુચિત માનસિકતા વચ્ચે લાધીબાઈની સમર્પણ ભક્તિ એકનિષ્ઠ રહી હતી. પહેલી વાર લાધીબાઈએ અન્નકૂટનો સામૈયો કરવાં પોતાને ઘેર કાયસ્થ શેરીમાં જ સર્વે સત્સંગ બાઈઓ સાથે મળીને સામગ્રી તૈયાર કરી અને મહારાજ હાજર રહે તેવો પ્રાર્થના ભાવ મહારાજ સમક્ષ રજુ કરેલો. પરંતુ મહારાજ લાધીબાઈની પરીક્ષા કરતાં શરત મૂકી કે નવોઢાના શણગાર સજી બજારમાંથી નીકળી દેશલસર તળાવમાંથી પાણીનું બેડું ભરી લાવો તો આવીએ. રાજયમાં ઉચ્ચ હોદ્દો ધરાવનાર અધિકારીની બાળવિધવા દીકરી લાધીબા લોકલાજની પરવા કર્યા વિના ભગવાનના આદેશનું પાલન કરવાનું નક્કી કરી લીધું અને શણગાર સજી દેશલસરમાંથી પાણીનું બેડું ભરી ભરબજારમાંથી પસાર થાય છે ત્યારે લોકો મશ્કરી શરૂ કરી અને પૂછ્યું, ‘કોનું ઘર માંડ્યું?’ અને લાધીબાઈ બોલ્યા, ‘સ્વામિનારાયણનું.’ એ પાણીનું બેડું આજે પણ માંડવી મંદિરમાં સચવાયેલું છે. આવી પરીક્ષા પણ લાધીબાઈએ પૂરી કરી તેથી મહારાજ અત્યંત પ્રસન્ન થયા હતા. આમ, શ્રી સ્વામિનારાયણ, ઈશ્ર્વરને સંપૂર્ણ સમર્પિત ભકત તરીકે ‘ભુજવાળા લાધી’નું ઉદાહરણ હરિભક્તો સમક્ષ અચૂક રજૂ કરતાં. (વચનામૃત – લોયા પ્રકરણ -૩ – ૨૧૧ અનુસાર)

મે’તા નથુ સુત શિવરામ, હરજીવન બેન લાધી નામ,

મહામુક્ત દશા એ સોની, ભક્ત ભોજા આદિ બહુ સોની.

નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણિ કચ્છજે ગ્રંથ (પ્ર.૧૧૬ / ૬૮) મેં બ્યે ભક્ત ભેરા લાધીબાઈકે પ જાધ ક્યા ઐં. હેડ઼ા માઇભક્તેંજા પ્રેરણા ઉપજાઇંધલ જીયણ કથાજે પ્રસંગેંમેં દર્શનીય તીં અનુકરણીય તત્ત્વમેં સમજેજો પ્રયત્ન કરીયું ત નિક્કી જીવનજી કિઇક દિવાળી સુધરી વિઞે.

ભુજજી કાયસ્થ સેરીમેં લાધીબાઇજી ઓરડ઼ી અક્ષર ‘ઓરડ઼ી’જે નાંલે હરિભકતલા કરેને યાત્રાધામ તરીકેં પ્રિખ્યાત આય; જિત ભગવાન સ્વામિનારાયણ ભુજમેં વિચરણ કરીંધા વા તેર બપોરજો જમણ લાધીબાઇજે ઘરે જમંધા વા. છેલ્લાં કિતરાક વરેથી પ્રકાશભા લાધીબાઈજો ભક્તિ સંદેશ મિડ઼ે હરિભક્ત સુધી પુજાઇયેંતા, હિની લાધીબાઈજે પરિવારજા છઠ્ઠી પેઢીજા વારસદાર ઐં. હિન સિવા ભુજજે છઠ્ઠીબારી રીંગરોડનું અનમ રીંગરોડ તઇં જોડ઼્લ રસ્તે કે ભુજજી નગરપાલિકા ભરાં વરે ૨૦૧૦મેં ‘કાયસ્થ લાધીબાઇ માર્ગ’ તરીકેં જાહેર કરેમેં આયો આય. હેવર ગયો મેણે ઓક્ટોબરમેં જ઼ અમેરિકામેં નિર્માણાધીન અક્ષરધામ મંદિરમેં લાધીબાઈજા બેસણા થ્યા ઐં. ગ્રંથ ત જિત વંચાજે હુત મહિમા ગવાજે તો પણ હાણે લાધીબાઈજા મહિમામંડન વિડેસમેં પ પ્રિખ્યાત થીંધા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button