વર્લ્ડકપ-2023માં પાકિસ્તાની ટીમ હાલ કપરા સમયનો સામનો કરી રહી છે. એવામાં સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે ભારતના પ્રખ્યાત ડિઝાઇનર સબ્યાસાચી મુખરજીની 7 લાખ રૂપિયાની શેરવાની તથા અન્ય જ્વેલરી ખરીદી છે.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ 28 વર્ષીય બાબર આઝમ ટુર્નામેન્ટ બાદ ડિસેમ્બરમાં લગ્ન કરવાનો છે. આ માટે તેણે લગ્નની ખરીદી ભારતમાંથી કરી છે. બાબર પહેલા તાજેતરમાં જ ક્રિકેટર શાદાબ ખાને લગ્ન કર્યા હતા જેની સેરેમનીમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓ સામેલ થયા હતા. શાદાબ ખાન, હારિસ રઉફ અને શાહીન શાહના લગ્ન પાકિસ્તાની મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
વાત વર્લ્ડકપ-2023ની કરીએ તો પાકિસ્તાન માટે આ ટુર્નામેન્ટમાં ટકી રહેવું એ કપરા ચઢાણ જેવું સાબિત થઇ રહ્યું છે. પાકિસ્તાન આમ તો સેમિફાઇનલમાંથી બહાર થયું નથી પરંતુ ભારતથી મળેલી હાર બાદ સતત અનેક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બાબરની કેપ્ટનશીપ અને નેતૃત્વના ગુણોની પાકિસ્તાનમાં પણ ભારે ટીકા થઈ રહી છે. ભૂતપૂર્વ ક્રિકેટરો પણ તેને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પછી કેપ્ટન પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે. સાત મેચમાં માત્ર ત્રણ અડધી સદી સાથે બાબરના રનમાં પણ ઘટાડો થયો છે.
Taboola Feed