આમચી મુંબઈ

મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે આવ્યા Good News, પ્રવાસ બનશે આરામદાયક…

(અમારા પ્રતિનિધિ તરફથી)

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ મધ્ય રેલવે પર પ્રવાસ કરનારા પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બને એવા મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. મધ્ય રેલવે દ્વારા એસી લોકલ ટ્રેનની સર્વિસમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારથી મધ્ય રેલવે દ્વારા વધુ 10 એસી લોકલ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે અને એની સાથે જ એસી સર્વિસની કુલ સંખ્યા 66 થઈ ગઈ છે.


મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સોમવારથી 10 નોન એસી સર્વિસને એસી સર્વિસ તરીકે દોડાવવામાં આવશે અને એની સાથે જ મધ્ય રેલવે પર એસી સર્વિસની સંખ્યા વધીને 66 થઈ જશે.
આ નવી 10 એસી સર્વિસની સાથે મધ્ય રેલવે પર દોડાવવામાં આવતી ટ્રેનોની કુલ સંખ્યા 1810 પર પહોંચી જશે. આ દસ સર્વિસમાંથી એક સર્વિસ સવારે અને એક સર્વિસ સાંજના ધસારા સમયે દોડાવવામાં આવશે. એસી લોકલ સોમવારથી શનિવાર સુધી દોડાવવામાં આવશે. રવિવારે અને જાહેર રજાના દિવસે આ એસી લોકલ નોર્મલ લોકલ તરીકે જ દોડાવવામાં આવશે.


⦁ કલ્યાણ-સીએસએમટી લોકલ કલ્યાણથી સવારે 7.15 કલાકે રવાના થશે અને 8.45 કલાકે પહોંચશે.
⦁ રિટર્નમાં આ ટ્રેન સીએસએમટીથી 8.49 કલાકથી રવાના થશે અને 10.18 કલાકે કલ્યાણ પહોંચશે. સવારે 10.25 કલાકે આ ટ્રેન કલ્યાણથીર રવાના થશે અને 11.54 કલાક પહોંચશે.
⦁ વળતામાં આ ટ્રેન 11.58 કલાકે સીએસએમટીથી રવાના થશે અને બપોરે 1.44 કલાકે અંબરનાથ પહોંચશે.
⦁ બપોરે 2 કલાકે આ ટ્રેન અંબરનાથથી રવાના થશે અને 3.47 કલાકે સીએસએમટી પહોંચશે.
⦁ સાંજે 4.01 કલાકેથી આ ટ્રેન સીએસએમટીથી નીકળીને સાંજે 5.20 કલાકે ડોંબીવલી પહોંચશે.
⦁ ડોંબિવલીથી સાંજે 5.32 કલાકે નીકળીને આ ટ્રેન સાંજે 6.38 કલાકે પરેલ પહોંચશે.
⦁ સાંજે 6.40 કલાકથી પરેલથી નીકળીને આ લોકલ 7.54 કલાકે કલ્યાણ પહોંચશે.
⦁ રાતે 8.10 કલાકે કલ્યાણથી નીકળીને આ લોકલ રાતે 9.25 કલાકે પરેલ પહોંચશે.
⦁ લાસ્ટ ટ્રિપમાં આ લોકલ પરેલથી રાતે 9.39 કલાકે નીકળશે અને રાતે 10.53 કલાકે કલ્યાણ પહોંચશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button