ઇન્ટરનેશનલ

સબસ્ક્રિપ્શન બાદ હવે X ની નવી સેવા: પૈસા કમાવવાની Elon Musk ની નવી યોજના….

મુંબઇ: વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તી એલોન મસ્કની માલિકીની કંપની માઇક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ એક્સ (પહેલાનું ટ્વીટર) માં હવે એક નવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. હવે એલોન મસ્ક એક્સ પરના નામો વેચીને પૈસા કમાવશે. મસ્કની કંપની X હવે વણવપરાયેલા ખાતાઓના નામ એટલે કે યુઝર નેમ 50,000 ડોલર્સમાં વેચી રહી છે. આ નવી સેવાનો ઉદ્દેશ નિષ્ક્રિય ખાતાઓમાંથી યુઝર્સના નામો કાઢીને આ એકાઉન્ટ અને યુઝર નેમ ઇચ્છુકોને ખરીદનારાઓને આપવાનો છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ એલોન મસ્ક એક્સ પર યુઝર નેમ વેચશે. જામન્યુઆરીમાં જ એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મસ્કે નિષ્ક્રિય એકાઉન્ટ યુઝર નેમ વેચવાની દીશામાં કામ શરુ કર્યુ છે. આ અંતર્ગત 1 અબજથી વધુ યુઝર નેમ મૂક્ત કરવાનો વિચાર છે. ત્યારે હવે કંપનીએ આ દિશામાં વધુ એક ડગલું આગળ માંડ્યુ હોવાનું કહેવાઇ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ કંપની એક ડેડીકેટેડ હેન્ડલ પર કામ કરી રહી છે. આ હેન્ડલ પરથી જે નામો યુઝર નેમ એક્સ એકાઉન્ટ પર સક્રિય નથી કે જે યુઝર નેમ એક્સ મિડીયા પર વપરાતા નથી તે નામો વેચવામાં આવશે. કહેવાઇ રહ્યું છે કે આ માટે એલોન મસ્કની કંપની આવું એક યુઝર નેમ 50,000 ડોલર એટલે કે, 41 લાખ રુપિયામાં વેચશે.

ટ્વીટર ખરીદ્યા બાદ એલોન મસ્કે જે યુઝર નેમ સક્રિય નથી તે મૂક્ત કરવાનો સંકેત આપ્યો હતો. મસ્કે આ અંગે એક્સ પર એક પોસ્ટ પણ મૂકી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, બોટ્સ અને અન્ય ખાતાઓ દ્વારા મોટા પ્રમાણમાં યુઝર નેમ ખરીદવામાં આવ્યા હતાં. જે હાલમાં સક્રિય છે અને કંપની ભવિષ્યમાં આ નામો મુક્ત કરવાના પ્રયાસો કરી રહી છે. કંપની આ પ્લાન પર કામ કરી રહી છે કે નહીં તે અંગે હજી સુધી કોઇ સત્તાવાક જાણકારી મળી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button