સ્પેશિયલ ફિચર્સ

અરે વાહ….. કંપની હોય તો આવી!દિવાળી પર બધા કર્મચારીઓને ગિફ્ટમાં કાર આપી

ઓફિસ બોયને પણ મળી SUV

નવી દિલ્હીઃ દિવાળી આવવાની છે અને તમામ કામ કરતા લોકો તેમની ઓફિસમાંથી દિવાળી ગિફ્ટ મળવાની રાહ જોઈ રહ્યા છે. દિવાળી પર ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને ભેટ આપે છે. જોકે, ગિફ્ટમાં મોટાભાગે મીઠાઈઓ અને બહુબહુ તો નાના મોટા ઘરેલું ઉપકરણો ભેટ આપવામાં આવતા હોય છે, પણ કોઇ તમને જો દિવાળીમાં કાર ભેટમાં આપે તો તમને કેટલું આનંદ આશ્ચર્ય થાય!

હા, આ સાચી વાત છે. હરિયાણામાં આવેલી એક ફાર્મા કંપનીએ તેના કર્મચારીઓને દિવાળી નિમિત્તે કાર ભેટમાં આપી છે. આ કંપનીએ પોતાના ઓફિસ બોયને એક કાર પણ ગિફ્ટ કરી છે.


મળતી માહિતી અનુસાર હરિયાણાના પંચકુલામાં એક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકે તેમના કર્મચારીઓને દિવાળી ગિફ્ટમાં કાર ગિફ્ટ કરી છે. કંપનીના ડિરેક્ટર એમ કે ભાટિયાએ તેમની કંપનીના ‘સ્ટાર પર્ફોર્મન્સ’ આપતા 12 કર્મચારીઓને કાર આપી હતી. આ કંપનીનું નામ Mits Healthcare છે અને તે નજીકના ભવિષ્યમાં વધુ 38 કાર ગિફ્ટ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ તેના એકમાત્ર ઓફિસ બોયને કાર પણ ગિફ્ટ કરી છે.


આમાં સૌથી મહત્વની વાત તો એ છે કે જે જે કર્મચારીઓને કંપનીએ કારની ભેટ આપી, તેમાંના કેટલાકને તો કાર ચલાવતા પણ નથી આવડતી. કારની ભેટ લઇને તેઓ આનંદ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા છે. આવી ગિફ્ટનો તો તેમણે સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય. નોંધનીય છે કે પ્રખ્યાત હીરા કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટર (SRK)ના માલિક ગોવિંદભાઈ ધોળકિયા દિવાળી પર પોતાના કર્મચારીઓને મોંઘી ભેટ આપવા માટે પ્રખ્યાત છે. તેમણે તેમના કર્મચારીઓને મોંઘીદાટ કાર ભેટમાં આપી છે. આ પહેલા નીલગીરી જિલ્લાના કોટાગિરીના ચાના બગીચાના માલિકે પોતાના કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે રોયલ એનફિલ્ડ બાઇક આપી હતી.


કંપનીના ડિરેક્ટર એમ કે ભાટિયા તેમની કંપનીની સફળતાનો શ્રેય તેમના કર્મચારીઓની મહેનત, સમર્પણ અને વફાદારીને આપે છે, જેમાંથી કેટલાક તેની શરૂઆતથી જ તેમની સાથે છે. ભાટિયાના મતે, આ કારો માત્ર દિવાળીની ભેટ નથી, પરંતુ કંપનીમાં તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને વિશ્વાસનું પુરસ્કાર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમની કંપની આગામી સમયમાં કંપનીના અન્ય 38 કર્મચારીઓને પણ કાર ભેટ કરવાની યોજના ધરાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button