મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દેપલા, હાલ બોરીવલી, સ્વ. જયંતીલાલ તલકચંદ શાહના પુત્ર શ્રી બિપીનભાઈ શાહ (ઉં.વ. ૭૦) તા. ૨/૧૧/૨૩ ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે દીપિકાબેનના પતિ. કેવલભાઈ તથા અમીબેન રીખિલભાઈના પિતાશ્રી. તે મેઘનાબેન કેવલભાઈ, સ્વ. રિખિલભાઈ ચંદ્રકાંતભાઈના સસરા. તે ચંદ્રાબેન શશીકાંતના ભાઈ. તે સ્વ. બાબુલાલ અમરચંદ મહેતા (ઘેટીવાળા)ના જમાઈ, સાદડી રવિવાર, તા. ૫/૧૧/૨૩ના ૩ થી ૫ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. કેવલ બિપીનભાઈ શાહ, બી-૭૦૩, રાહુલ એપાર્ટમેન્ટ, પવાર સ્કૂલની સામે, પોઇસર જિમખાનાની બાજુમાં, દેવનગર, બોરીવલી (વેસ્ટ ).

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર નિવાસી શ્રી ચન્દ્રકાન્તભાઈ (ઉં.વ. ૭૭), હાલ મુંબઈ સાયન, શ્રી કેશવલાલ મહેતાના સુપુત્ર. સ્વ. દિનેશભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. જયંતભાઈ, સ્વ. મંજુલાબેનના ભાઈ. ફાલ્ગુની સમીર શાહ, હિરલ હિરેન સંઘવીના પપ્પા. ધ્રુવી અને પહેરના નાના. કેશવલાલ એલ. દોશીના જમાઈ તા. ૨-૧૧-૨૩ ગુરૂવારના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન
અમરેલી હાલ વડાલા બિપીનભાઇ નેચમંદભાઇ હેમાણીનાં ધર્મપત્ની નિરૂપમાબેન (ઉં.વ.૭૫) તા. ૨-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મિનેષભાઇ, જૈનેષભાઇના માતુશ્રી. હર્ષ, અર્જુન, રિયાનાં દાદી. દામનગર નિવાસી હસમુખલાલ ત્રંબકલાલ અજમેરાના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિસાશ્રીમાળી જૈન
સિહોર, હાલ ભાવનગર સ્વ. શારદાબેન ધીરજલાલ ઝવેરચંદ શાહ (પેપડા)ના સુપુત્ર અનિલભાઇ (ઉં. વ. ૬૧)તે સ્વ. અશોકભાઇ, દેવિન્દ્રાબેન ભરતકુમાર પારેખ, અરુણાબેન પંકજકુમાર વોરા, સ્વ. ભારતીબેન નરેન્દ્રકુમાર શાહના ભાઇ. નયનબેનના દિયર. યશવંતરાય ઝવેરચંદ શાહના ભત્રીજા. મેઘજીભાઇ જેરાજભાઇ પારેખ (દિહોરવાળા)ના ભાણેજ. તા. ૧-૧૧-૨૩ના બુધવારના ભાવનગર મુકામે અરિહંતશરણ પામેલ છે.સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

સંબંધિત લેખો

વેરાવળ વિશા ઓસવાળ જૈન
મુળ વેરાવળ, હાલ મુંબઇ ગં. સ્વ. કાન્તાબેન અમુભાઇ (અમૃતલાલ ) માણેકલાલ શાહ (ઉં. વ. ૯૩) તે ચિ. હર્ષા તથા ચિ. સોનલના માતુશ્રી. ભાઇ યોગેશ શાહ તથા દર્શક પરીખના સાસુ. ચિ. રૂચીર તથા ચિ. કહાનના નાની. સ્વ. જમનાદાસ હરખચંદ શાહના સુપુત્રી. સ્વ. મણીલાલભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ.નગીનભાઇ, સ્વ. હિરાબેન, સ્વ. ચંપાબેન, ડો. પ્રવીણભાઇ, સ્વ. વિનુભાઇ તથા સ્વ. કુસુમબહેનના બહેન. ગુરુવારને તા. ૨-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
બારોઇના શાંતિલાલ શીવજી છેડા (ઉ. વ. ૮૨) બેલારીમાં તા. ૩૦-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. વેલબાઇ શીવજી લાલજીના સુપુત્ર. પ્રભાના પતિ. પ્રશાંત, રૂપશાના પિતા. કુંવરજી, ટોકરશી, તલકશી, દેશલપુરના મણિબેન ચંચલબેન તલકશી દેઢિયા, ભુજપુરના લક્ષ્મીબેન પ્રેમજી, બારોઇના ચંચળ કાન્તિલાલ કેનીયાના ભાઇ. વડાલાના લક્ષ્મીબેન ડુંગરશી મોરારજી સોનીના જમાઇ. મુંબઇમાં પ્રાર્થનાસભા રાખેલ નથી.નિ: શાંતીલાલ છેડા, ૨૦-ડી, ફોર્ટ, મેઇન રોડ, બેલ્લારી, પીન-૫૮૩૧૦૨.

વાગડ વિ. ઓ. જૈન
ભચાઉના સ્વ. નરેશ કાનજી છેડા (ઉં. વ. ૫૭) ૧-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. લખમાબેન માલશી છેડાના પૌત્ર. સ્વ. મોંઘીબેન/ કેશરબેન કાનજી છેડાના પુત્ર. સ્વ. દક્ષા/ હીનાના પતિ. કુણાલ, કરણ, સ્વ. રિંકલના પિતા. ધરમશી, પ્રવિણના ભાઈ. હસુમતીબેન શાંતીલાલ સંઘવીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ડી/બી ૧૦૨, નવનીત નગર, ડોંબીવલી (ઈ.).

ગામ સુવઈના સ્વ. હરેશ કોરશી શાહ (ઉં. વ. ૫૦) મુંબઈ મધ્યે ૨-૧૧-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. આસઈબેન તેજશી શાહના પૌત્ર. સ્વ. ગંગાબેન કોરશીના પુત્ર. ગં. સ્વ. ભાવનાબેનના પતિ. વિરલ, હેતવીના પિતાશ્રી. નેમચંદ, જયા, ભારતી, નિલેશના ભાઈ. મનફરાના સ્વ. હરખુ પોપટ વાલજી વોરાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. મહાદેવ ભુવન, પીંકી ટોકીઝની સામે, ૨/૧૭, ૧લે માળે, અંધેરી (ઈ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button