ઇન્ટરનેશનલ

તો શું હિઝબુલ્લાહ યુદ્ધમાં હમાસને ખુલ્લેઆમ સમર્થન આપશે?

દુનિયાની નજર નસરાલ્લાહ પર

લેબનોનઃ હમાસ સામે ઈઝરાયેલનું યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલની સેનાનો દાવો છે કે તેઓ ગાઝા શહેરના દરવાજે પહોંચી ગયા છે, એટલે કે તેઓ હવે હમાસના ગઢ પર હુમલો કરવાની તૈયારીમાં છે. ઇઝરાયલના ગ્રાઉન્ડ આક્રમણ વચ્ચે હમાસના નેતાઓમાં પણ ગભરાટ છે.

તેઓ સતત ઈઝરાયલ વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે. તેના એક નેતાએ કહ્યું છે કે તે ઇઝરાયલને આ ધરતી પરથી ખતમ કરવા માટે તમામ પ્રયાસો કરશે, પછી ભલે તેનો અર્થ લાખો હુમલા થાય.

આ બધાની વચ્ચે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહ ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ આજે પહેલીવાર ભાષણ આપશે. સમગ્ર વિશ્વની નજર આના પર રહેશે. તે જ સમયે, ઇઝરાયલ આર્મી માટે પણ આના કારણે મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે, અત્યાર સુધી હિઝબુલ્લાહ ખુલ્લેઆમ હમાસના સમર્થનમાં યુદ્ધમાં ઉતર્યું નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ બોર્ડર પર સતત હુમલા થઈ રહ્યા છે.


જવાબી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં તેના 50 લડવૈયાઓ પણ માર્યા ગયા છે. કાળી પાઘડી અને શિયા મૌલવીનો પોશાક પહેરતો નસરાલ્લાહ આરબ વિશ્વની સૌથી પ્રખ્યાત વ્યક્તિઓમાંની એક છે. તેનું સંગઠન હિઝબુલ્લાહ અમેરિકા અને ઈઝરાયલનો મુકાબલો કરવા ઈરાન દ્વારા સ્થાપિત પ્રાદેશિક લશ્કરી જોડાણમાંથી એક છે.

નસરાલ્લાહના ભાષણના એક દિવસ પહેલા ઇઝરાયલની સરહદ પર આવેલી 19 જગ્યાઓ પર એક સાથે હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલની સેના પણ આનો જવાબ આપી રહી છે. હવે તેના ભાષણ પછી નક્કી થશે કે હિઝબુલ્લાહ આ યુદ્ધમાં ખુલ્લેઆમ મેદાનમાં ઉતરશે કે નહીં. ઈરાન દ્વારા સમર્થિત હિઝબુલ્લાહ સરહદ પર જ ઈઝરાયેલની સેના સામે લડી રહ્યું છે.


યુદ્ધમાં પ્રવેશવા અંગે તેમની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નસરાલ્લાહના ભાષણની લેબનોનમાં ઘણા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ ભાષણ પછી તણાવ વધવાની શક્યતા છે.

બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે હાલમાં હિઝબુલ્લાહ ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધમાં સીધા ઉતરે તેવા કોઈ સંકેત નથી. વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધ્યક્ષ જોન કિર્બીએ કહ્યું હતું કે તેઓ નસરાલ્લાહના ટીવી સંબોધન પર નજર રાખી રહ્યા છે.


જાણીતા મીડિયા હાઉસના જણાવ્યા મુજબ લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહે 7 ઓક્ટોબરના હમાસના હુમલા બાદથી ઇઝરાયલ પર લગભગ 100 મિસાઇલો છોડ્યા છે, પણ તેણે હજી સુધી જમીન આક્રમણ શરૂ કર્યું નથી. જોકે, હિઝબુલ્લાએ ગુરુવારે ઈઝરાયલ પર ગોળીબાર વધુ તીવ્ર બનાવી દીધો હતો. માનવામાં આવે છે કે નસરાલ્લાહના ભાષણ પહેલા હુમલાઓ તેજ થઈ ગયા છે.


નોંધનીય છે કે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહની સ્થાપના ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા 1982માં કરવામાં આવી હતી. તેનો હેતુ ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિને અન્ય દેશોમાં ફેલાવવાનો અને લેબનોનમાં ઈઝરાયલી સેના સામે મોરચો ઉભો કરવાનો હતો. હમાસ અને હિઝબુલ્લાહ બંનેનો એક જ ઉદ્દેશ્ય છે અને તે છે ઈઝરાયલનો વિનાશ. હમાસ અને હિઝબુલ્લાહ બંનેને અમેરિકાએ આતંકવાદી સંગઠનો જાહેર કર્યા છે.

હિઝબુલ્લાહ પાસે એવા રોકેટ છે જે ઈઝરાયલના કોઈપણ ભાગને નિશાન બનાવી શકે છે. જો હમાસ અને હિઝબુલ્લા સાથે મળીને હુમલો કરશે તો તે ઈઝરાયલ માટે મોટી સમસ્યા બની શકે છે. હિઝબુલ્લાહ પાસે કોઈપણ દેશની સેના જેટલી ક્ષમતા છે. હિઝબુલ્લાહ ઈઝરાયલના ઉત્તરમાં છે જ્યારે હમાસ ગાઝા પટ્ટીમાં સક્રિય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…