ઇન્ટરનેશનલ

રશિયા વેગનર જૂથ હિઝબોલ્લાહના આતંકવાદી સંગઠનને ઘાતક મિસાઇલ સિસ્ટમ મોકલશે…

રશિયાની ખાનગી સેના તેની SA-22 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ વેગનર ગ્રૂપ હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનને આપશે તેવી બાબત જાણવા મળી રહી છે. અને હિઝબોલ્લાહ તેનો ઉપયોગ ઇઝરાયલના હવાઈ હુમલાઓને રોકવા માટે કરી શકે છે. જો કે આ મિસાઈલ સિસ્ટમ હજુ સુધી પહોંચાડવામાં આવી નથી. ત્યારે એવી આશંકા છે કે જો હિઝબુલ્લાહને આ મિસાઈલ સિસ્ટમ મળી જશે તો તે સિસ્ટમ ગાઝામાં હાજર હમાસના આતંકીઓને પણ આપી શકે છે. અને જો હિઝબુલ્લા આ મિસાઇલ સિસ્ટમને સક્રિય કરશે તો તે ઇઝરાયેલના F-16 અને F-35 ફાઇટર જેટને તોડી શકે છે. 

આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમમાં ઈઝરાયલની બેલેસ્ટિક મિસાઈલો અને હાઈપરસોનિક મિસાઈલોને પણ નષ્ટ કરી શકે છે. રશિયાએ દાવો કર્યો હતો કે SA-22 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ અમેરિકાની પેટ્રિઓટ મિસાઈલ સિસ્ટમની સમકક્ષ છે. અને તે રશિયામાં હાજર અન્ય એર ડિફેન્સ સિસ્ટમ કરતાં અનેકગણી મોટી અને સક્ષમ છે.


SA-22 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને પેન્ટસિર તરીકે ઓળખવામાં આવે છે. આ હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ છે. તેનો ઉપયોગ એન્ટી એરક્રાફ્ટ આર્ટિલરી સિસ્ટમ તરીકે પણ થાય છે.  રશિયા 2012 થી તેનો ઉપયોગ કરી રહ્યું છે. સીરિયા, યુક્રેન અને લિબિયાના યુદ્ધમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 200 થી વધુ મિસાઈલ સિસ્ટમ બનાવવામાં આવી છે. આ મિસાઇલને ચલાવવા માટે ત્રણ લોકોની જરૂર પડે છે. આ મિસાઇલ ફક્ત 4થી 6 સેકન્ડમાં દુશ્મનના ટાર્ગેટને ઓળખી લે છે અને તેની તરફ મિસાઈલ છોડે છે. તેની રેન્જ 15 થી 75 કિલોમીટર સુધીની છે. તે માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ કામ કરી શકે છે. આમ જોઇે તો આ એક પ્રકારની તોપ છે જે એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયર કરે છે. અને તેની રેન્જ 4 કિલોમીટર સુધીની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…