તહેવારોની સિઝનમાં IT વિભાગે અમદાવાદના ચાર બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડ્યા
દિવાળીનો તહેવાર નજીક છે એ પહેલા આવકવેરા (IT) વિભાગે અમદાવાદ શહેરના કેટલાક જાણીતા બિલ્ડર જૂથો પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે ઇન્કમટેક્સ વિભાગની ટીમ ચાર બિલ્ડર સાથે સબંધિત સ્થાનો પર તપાસ કરવા પહોંચી હતી. મળતી માહિતી મુજબ સાયન્સ સિટી અને હાઈકોર્ટ નજીકની ઓફિસો પર સર્ચ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. IT વિભાગના 150થી વધુ અધિકારીઓએ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. દિવાળી સમયે દરોડાથી બિલ્ડરોમાં ફફડાટનો માહોલ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના સાયન્સ સીટી રોડ સહિત 24થી વધુ વધુ જગ્યાઓ પર આવકવેરા વિભાગની ટીમ તપાસ કરી રહી છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્ડર્સના ત્યાં બેનામી સંપત્તિ હોવા બાતમીને આધારે તપાસ હાથ ધરી છે. બિલ્ડરો ઉપરાંત શહેરના ટોચના બ્રોકર પણ ઇન્કમટેક્સની ઝપટમાં આવ્યા છે. હાઇકોર્ટ પાસે આવેલી બ્રોકરોની ઓફિસ સહિત અન્ય જગ્યાએ આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે.
દિવાળી પહેલા શહેરના મોટા કન્સ્ટ્રકશન ગ્રુપ પર દરોડાને પગલે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સન્નાટો છવાઇ ગયો હતો.