ટોપ ન્યૂઝનેશનલ

ઇડીએ રાજસ્થાનમાં 25 જગ્યાએ દરોડા પડ્યા, કથિત જલ જીવન મિશન કોભાંડ કેસમાં તપાસ

નવી દિલ્હી: આગમી દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે એ રાજ્યોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) વધુ સક્રિય બની ગઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ શુક્રવારે સવારે ઇડીની ટીમ રાજસ્થાનમાં 25 સ્થળોએ તપાસ કરવા પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કે રાજસ્થાનમાં એક આઈએએસ અધિકારીના સ્થાનો સહિત કુલ 25 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

EDની આ કાર્યવાહી કથિત જલ જીવન મિશન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં રાજસ્થાનમાં ઘણી જગ્યાઓ પર અલગ અલગ કેસની તપાસ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજધાની જયપુરથી ઉપરાંત ઘણા મોટા શહેરોમાં ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યું હતું કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીની ટીમોના ઇડી અધિકારીઓ સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનોને સાથે રાખીને દરોડા પાડી રહ્યા છે.

બીજેપીના રાજ્યસભા સાંસદ કિરોરી લાલ મીણાએ જૂનમાં આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનમાં જલ જીવન મિશન લાગુ કરવાના નામે 20 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. તેમણે આરોપ લગાવ્યો કે મિશનના 48 પ્રોજેક્ટ્સમાં નકલી અનુભવ પ્રમાણપત્રોના આધારે બે કંપનીઓને 900 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના જલ જીવન મિશનનો ઉદ્દેશ્ય ઘરેલું નળ કનેક્શન દ્વારા સ્વચ્છ અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવાનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button