આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શુક્રવાર, તા. ૩-૧૧-૨૦૨૩ ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક ૧૨, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૬
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૬
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૦મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૩ સુધી (તા. ૪થી), પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૦ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૫-૦૪, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૦ (તા. ૪)
ઓટ: સવારે ક. ૦૯-૨૭, રાત્રે ક. ૨૦-૪૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ- ષષ્ઠી. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૩-૦૮.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, અદિતિ દેવી પૂજન, સૂર્ય પૂજા, નવાં વો, આભૂષણ, વાહન, દુકાન, વેપાર, દસ્તાવેજ, ઘર, ખેતર, જમીન સ્થાવર લેવડ દેવડ, પશુ લે-વેચ, નૌકા બાંધવી, યંત્રારંભ, પરદેશનું પસ્તાનુ, વિદ્યારંભ, હજામત, પ્રયાણ, ધાન્ય ભરવું, બી વાવવું, વૃક્ષ વાવવાં, વાંસ વાવવાં, ઉપવાટિકા બનાવવી. પ્રાણી પાળવાં.
આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ કર્મઠ, સૂર્ય-ગુરુ પ્રતિયુતિ મુત્સદી, ચંદ્ર-બુધ ત્રિકોણ ભાષાવિદ્, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ નાણાં વ્યવહારમાં સાવધાની જરૂરી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, સૂર્ય-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. ૪). ચંદ્ર ક્રાંતિવૃત્તથી મહત્તમ ઉત્તરે ૫ અંશ ૧૫ કળાના અંતરે રહે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.