નેશનલ

રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ નહીં ફોડી શકાય ફટાકડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇ જાહેરનામું જાહેર કર્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું બહાર પડ્યું છે. આ જાહેરનામામાં સુપ્રીમ કોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ દિવાળીએ રાત્રિના ૮ થી ૧૦ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ સાથે રાજકોટ પોલીસ કમિશ્નરે પેટ્રોલ પંપ, શાળા કોલેજ, ધાર્મિક સ્થળ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત એરપોર્ટ, ગોડાઉન, હોસ્પિટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત