આમચી મુંબઈ

દિવાળી પહેલા કાપડ ઉદ્યોગમાં મંદી: ઉત્પાદનમાં ૪૦ ટકા ઘટાડો

મુંબઈ: યુક્રેન-રશિયા અને હમાસ-ઈઝરાયલ યુદ્ધ, નિકાસમાં ઘટાડો, દેશમાં ઘટતી માંગણી અને મંદીને લીધે મહારાષ્ટ્રના ઇચલકરંજીના કાપડ ઉદ્યોગ પર આડ અસર થઈ રહી છે. મશીન વડે બનાવવામાં આવેલા કાપડ ઉત્પાદનમાં ૩૫ થી ૪૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તૈયાર કાપડ (ગારમેન્ટ) બનાવવાર ઉદ્યોગ બંધ થવાને લીધે વેપારીઓને કાપડના પૈસા મેળવવા ચાર મહિના સુધી રાહ જોવી પડે છે જે તેમના માટે ચિંતાનો વિષય બન્યો છે. ઇચલકરંજીના કાપડ ઉદ્યોગને
૧૦૦ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. સાદી મશીનની કિંમત ૨૦-૨૫ હજાર જેટલી છે અને નવી શટલલેસ લૂમ મશીન માટે ૪ થી ૫ લાખ રૂપિયા ચૂકવવા પડે છે. ભારતમાં ઇચલકરંજીમાં આ શટલલેસ લૂમ મશીનની માંગણી સૌથી વધારે છે. આધુનિકીકરણને લીધે કાપડ ઉદ્યોગમાં મંદી સર્જાઈ રહી છે.

સાદી મશીનમાં ૭૦ થી ૧૦૦ મીટર સુધીનું કાપડ તૈયાર થાય છે અને એક દિવસમાં ૮૦૦ મીટર જેટલા કાપડનું નિર્માણ કરે છે. ગયા ચાર મહિનાથી ઉત્પાદનમાં ૪૦ ટકાનો ઘટાડો આવ્યો છે. મજૂરીનો દર પણ ૧૬ પૈસાથી ઘટીને ૮ થી ૧૦ પૈસા સુધી પહોચી ગયો છે. પહેલા કાપડ વેચ્યા બાદ તેના પૈસા ચૂકવવા ૩૦ દિવસની માહોલત આપવામાં આવતી હતી તે હવે વધારીને ૧૨૦ દિવસની કરવામાં આવી છે જેથી બજારમાં આર્થિક જોખમ ઊભું થયું છે.

કાપડ ઉદ્યોગમાં કાપડ પર કરવામાં આવતી પ્રક્રિયાનું પ્રમાણ પણ ૩૦ ટકાથી ઘટી ગયું છે. પ્રમાણ ઓછું થવાથી કાપડને પ્રક્રિયા માટે બીજા રાજ્યોમાં લઇજવાનો ડર દાખવીને મજૂરીનો દર હજુ ઓછો કરવવામાં આવી રહ્યો છે. પૂરતી આવક ન આવવાને લીધે કામના દિવસો પણ પાંચ દિવસ કરવામાં આવ્યા છે.

ઇચલકરંજીમાં તૈયાર કાપડ ઉદ્યોગની સંખ્યા ૩૦૦ પહોચી ગઈ છે. આ ઉદ્યોગમાં લગભગ ૧૫૦૦૦ જેટલી મશીનો કાર્યરત છે જેના પર મોટાભાગે મહિલાઓ કામ કરે છે. નિકાસ બજારના કામમાં પણ ૬૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

કાપડની માંગ ઘટવાથી ઓછી આવકને લીધે જગ્યાનું ભાડું અને મશીનનું મેન્ટેનન્સનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની રહ્યો હોવાથી ૩૦ થી ૪૦ જેટલા ઉદ્યોગો બંધ પડ્યા છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button