મેટિની

થિયેટરોમાં આ મહિને રિલીઝ થશે ૭ બોલીવુડ ફિલ્મો

૨૦૨૩ની પૂર્ણાહુતિને હવે માત્ર ૨ મહિના બાકી છે. તહેવારોની સીઝનના આ બે મહિનામાં જાહેર બજારોમાં તો ચકાચોંધ હોય જ છે પરંતુ સિનેમાઘરોમાં પણ હાઉસફૂલના પાટિયા જોવા મળે છે. કોરોના મહામારી અને બાદમાં ઘઝઝ એન્ટરટેઈનમેન્ટના તડાકામાં ફેરફાર ચોક્કસથી કર્યો છે પરંતુ હજી સુધી થિયેટરોનો ચાર્મ દૂર નથી થઈ શક્યો. નવેમ્બરની શરૂઆત થઈ છે અને ડિસેમ્બરમાં ક્રિસમસ અને ન્યૂ યર સાથે આ સીઝન સમાપ્ત થશે.

વાતાવરણમાં હજુ ઠંડી પ્રસરી નથી. બે ઋતુનો અનુભવ દેશવાસીઓ કરી રહ્યા છે, પણ ઑક્ટોબર મહિનામાં બોક્સ ઓફિસ પર માહોલ ઠંડો રહ્યો. બહુ ગાજેલી ગણપત અને તેજસ કોઈ ખાસ કમાણી કરી શકી નહી. તો મિશન રાણીગંજનુ પણ મિશન સફળ ન રહ્યું. રૂ. ૪૦૦ કરોડના ખર્ચે બનેલી ટાઈગર અને બીગ બીની ગણપત ક્યારે આવી અને ક્યારે ગઈ કોઈને ખબર જ ન પડી. તો કંગનાની તેજસ પણ કોઈ તેજ દેખાડી શકી નહીં.

હવે સૌની નજર સલમાન ખાનની ટાઈગર સહિત નવેમ્બરમાં રીલિઝ થનારી સાતેક જેટલી ફિલ્મો પર છે. આ ફિલ્મો થિયેટરોમાં રીલિઝ થવાની છે.

આવનારા શુક્રવારની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં જ ચાર ફિલ્મો ધ લેડી કિલર, ઞઝ-૬૯, આંખ મિચૌલી અને હુકુસ-બુકસ ૩ નવેમ્બરે જ રિલીઝ થશે. દિવાળીના દિવસે જ સલમાનની ટાઈગર-૩ રીલિઝ થશે.

ધ લેડી કિલરમાં અર્જુન કપૂર, ભૂમિ પેંડણેકર છે જ્યારે ડિરેક્શન અજય બહેલનું છે. રાજ કુન્દ્રા અને કુમાર સૌરભની ફિલ્મ ઞઝ ૬૯ પણ ત્રીજીએ રીલિઝ થશે.
તો મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, અભિમન્યુ દાસાની અને વિજય રાઝની આંખ મિચૌલી પણ આવી રહી છે, જેના ડિરેક્ટર ઉમેશ શુક્લા છે. દર્શિલ સફારી, અરુણ ગોવિલ, ગૌતમ વિગની ફિલ્મ હુકુસ બુકસ ત્રીજી નવેમ્બરે રીલિઝ થશે.

તે બાદ સલમાનની ફિલ્મ રવિવારે દિવાળીના દિવસે બોક્સ ઓફિસ પર ત્રાટકશે. વીકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કેટરિના એક્સ બોયફ્રેન્ડ સલમાન સાથે આવી રહી છે. ફિલ્મનું હાલમાં જોરશોરથી પ્રમોશન થયું છે. મનીષ શર્માની આ ફિલ્મ બોક્સ ઓફિસ હીટ સાબિત થાય તેવી સૌને આશા છે. આ સાથે દિવાળી બાદ બીજી એક સિક્વલ આવી રહી છે. જે ડી મજીઠીયાની લોકપ્રિય સિરિયલ ખિચડી ની સિક્વલ ૧૭મી નવેમ્બરે થિયેટરોમાં રીલિઝ થશે.

પ્રતિક ગાંધી, સુપ્રિયા પાઠક કપૂર, રાજીવ મહેતા, અનંગ દેસાઈ, વંદના પાઠક, જમનાદાસ મજેઠિયાને લઈને આતિશ કાપડીયા ફરી લોકોને પેટ પકડીને હસાવે તેવી અપેક્ષા આ ફિલ્મ પાસેથી રાખવામાં આવે છે. જયારે મહિનાના અંતમાં સલમાન ખાનની ભાણેજ અલિઝેહ અગ્નિહોત્રીની ડેબ્યુ ફિલ્મ ફર્રે આવી રહી છે. હાલમાં તેનું ટીઝર લોંચ થયું છે.

આ સાત ફિલ્મો પર બોક્સ ઓફિસનો મદ્દાર છે. ઘણીવાર એમ પણ બને કે જે ફિલ્મ પાસેથી અપેક્ષા ન હોય તે સારો બિઝનેસ કરે અને હોય તે માર ખાય જાય. હવે દર્શકો કોની દિવાળી કરે છે તે તો રીલિઝ પછી જ ખબર પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button