આમચી મુંબઈમહારાષ્ટ્ર

સરકાર સામે નમતું જોખ્યું જરાંગેએ…પણ આપ્યું બીજી જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ

મુંબઈઃ મરાઠા આરક્ષણની માંગણી માટે છેલ્લાં નવ દિવસથી ઉપોષણ કરી રહેલાં મનોજ જરાંગેએ આખરે સરકાર સામે નમતું જોખ્યું છે. સરકારે જરાંગેને બે મહિનામાં આ મરાઠા આરક્ષણના મુદ્દાને ઉકેલવાના આશ્વાસન બાદ બંધ કર્યું છે.
રાજ્યના ચાર પ્રધાનોએ આંદોલનનવા સ્થળે જઈને જરાંગેને ઉપોષણ તોડવા માટે વારંવાર વિનંતી કરતાં આખરે જરાંગેએ ઉપોષણ ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા જરાંગેને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આઠમી ડિસેમ્બરના મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા આરક્ષણને લઈને ચર્ચા કરવામાં આવશે.

સામે પક્ષે જરાંગેએ પણ જ્યાં સુધી દરેક મરાઠાને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી તે પોતાના ઘરમાં પગ નહીં મૂકે. જો સરકાર બે માહિનામાં મરાઠા આરક્ષણને લઈને કોઈ નિર્ણય નહીં લે તો જરાંગેએ પાછું મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારી હતી. મહારાષ્ટ્રના ચાર પ્રધાને જરાંગેની મુલાકાત લઈ તેમના આ નવ દિવસથી ચાલતાં આમરણ ઉપોષણને સમાપ્ત કરવાની વિનંતી કરી હતી અને જરાંગેએ ઉપવાસ પૂરા કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker